પોલીસ અધિક્ષક, પોરબંદર
http://www.spporbandar.gujarat.gov.in

સાફલ્યગાથા

7/2/2025 7:11:56 PM

પોરબંદર પોલીસ દ્રારા તા.૦૪/૦૮/૨૦૧૪ થી તા.૧૦/૦૮/૨૦૧૪ દરમ્‍યાન કરવામાં આવેલ સારી કામગીરી

 

મુદ્દા નંબર ૫:- વૃધ્‍ધો, મહીલાઓ કે બાળકોની સુરક્ષા માટેની કામગીરીઃ-

 

                સલામુનીશાબેન વા/ઓ ઇરફાનઉલા અઝમુલખા પઠાણ ઉ.વ.૩૮ રહે.પીપરીયા ગામ પોષ્ટ-સોહરના તીવારી તા.જી.મહારાજગંજ (ઉતર પ્રદેશ) વાળા પોતાની માનસીક સ્થીતી બરાબર ન હોવાના કારણે તેના વતનથી નીકળી અજમેર સુધી ટ્રેનમા આવેલ અને ત્યાં ઉતરી ત્યાંથી પરત જવા ભુલથી પોરબંદર તરફ આવતી ટ્રેનમા બેસી જતા તા.૭/૮/૧૪ ના રોજ પોરબંદર પહોંચી ગયેલ અને સાંજના સમયે કિર્તીમંદીર પોલીસ સ્ટેશન આવેલ પરંતુ તેઓ ભોજપુરી ભાષા બોલતા હોય આથી તેઓની ભાષા સમજાય તેવી ન હોય જેથી પો.સબ.ઇન્સ.શ્રી ડી.કે.વાઘેલા તથા ડી-સ્ટાફ ના માણસોએ મુસ્લીમ આગેવાનો ને બોલાવી આ બેનના વતન સાઇડના માણસોને શોધી આ બેન સાથે દુભાશીયા તરીકે વાત કરાવી તેનુ નામ ઠામ સરનામુ મેળવી મહારાજગંજ પોલીસ કંટ્રોલ રૂમ ને જાણ કરી આ બેનના પતિ તથા તેના સગા સબંધીઓ સુધી મેસેજ પહોંચાડેલ અને આ બેનને લેડીઝ પોલીસ સાથે પો.સ્ટે. સલામત રાખેલ અને ગઇ કાલ તા.૧૦/૮/૨૦૧૪ ના રોજ તેના પતિ તથા તેના ભાઇના દીકરા વિગેરે આવતા તેઓને સહી સલામત સોંપી સારી કામગીરી કરેલ છે.