પોરબંદર પોલીસ દ્રારા તા.૨૬/૦૧/૨૦૧૫ થી તા.૦૧/૦૨/૨૦૧૫ દરમ્યાન કરવામાં આવેલ સારી કામગીરી
મુદ્દા નંબર ૧:- જો જીલ્લા શહેર કક્ષાએ કોઇ ખોવાયેલ બાળકો માટે ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હોય કે અન્ય સારી કામગીરી માટે ઝુંબેશ ચલાવવામાં આવી હોય
ઓપરેશન સ્માઇલ દરમ્યાન ઇન્ચાર્જ સર્કલ પો.ઇન્સ.શ્રી એમ.એમ.વાઘ તથા તેઓની ટીમને તા.૩૧/૦૧/૨૦૧૫ના રોજ પેટ્રોલીંગ દરમ્યાન મહોબતપરા પાટીયા નેશનલ હોઇવે રોડ ઉપર બે ભાઇઓ (૧) રવિ કેદારભાઇ કુશવા ઉવ.૧૦ (૨) રાજ કેદારભાઇ કુશવા ઉવ.૬ રહે બન્ને રાજકોટ,કોઠારીયા સોલવનવાળઓ એકલા મળી આવતાતપાસ દરમ્યાન બન્ને ભાઇઓને શ્રી આશ્રમ શાળા દેવડા ગામતા.કુતીયાણા હોસ્ટેલમાં રહી અભ્યાસ કરવાનુ ફાવતુ ન હોય જેથી બપોરના કોઇને કહ્યા વગર નીકળી ગયેલ જેઓને સહી સલામત સંસ્થાના મેનેજરશ્રી શાંતીબેન વજશીભાઇ ભેટારીયા,આચાર્યશ્રી શ્રી આશ્રમ શાળા દેવડા ગામ તા.કુતીયાણા જી.પોરબંદરનાઓને બન્ને બાળકોને જાહેરાત આપતા પહેલા જ શોધી કાઢી સોંપી આપેલ છે.