પોલીસ અધિક્ષક, પોરબંદર
http://www.spporbandar.gujarat.gov.in

સ્‍ફોટક પદાર્થોનું લાયસન્‍સ મેળવવા

7/3/2022 11:53:08 PM

સ્ફોટક પદાર્થોનું લાયસન્સ  મેળવવા  

દારૂખાના વેચાણ કરવા માટેનો હંગામી/કાયમી પરવાનો મેળવવા બાબત 

            દારૂખાનું વેચાણ માટેનો હંગામી પરવાનો મેળવવા અંગેની જોગવાઈ એક્સ્પ્લોઝિવ એક્ટ ૧૮૮૪ની કલમ ૬(બી) તથા એક્સ્પ્લોઝિવ રૂલ્સ ૧૯૮૩ના નિયમ-૧પ૪, ૧પ૬માં કરવામાં આવેલ છે. આવા પરવાના મેળવવા માટે પરિશિષ્ટ ૧/પ૬ મુજબની અરજી જિલ્‍લા મેજિસ્ટ્રેટશ્રીને મોકલી આપવાની હોય છે. આવી અરજીઓના નિકાલ માટેના સત્તાધિકારી અધિક જિલ્‍લા મેજિસ્ટ્રેટશ્રીનાઓ છે. આવી અરજીઓની નિકાલમર્યાદા ર૧ દિવસની રાખવામાં આવેલ છે. જેમાં

 

 • અધિક જિલ્‍લા મેજિસ્ટ્રેટશ્રી દિવસ-પ
 • અધિક જિલ્‍લા મેજિસ્ટ્રેટશ્રી દિવસ-3
 •  સર્કલ ઓફિસરશ્રી દિવસ-૭

અને પોલીસ સ્‍ટેશન માટે નિકાલની મર્યાદા દિવસ પાંચની રાખેલ છે. અરજદારશ્રીએ આવા હંગામી પરવાના મેળવવા માટેની પરિશિષ્ટ ૧/પ૬માં જણાવેલ નિયત અરજીના ફોર્મમાં સંપૂર્ણ વિગતો સ્પષ્ટ રીતે વાંચી શકાય તે રીતે ભરવાની રહેશે. તેમ જ અરજી સાથે માગ્યા મુજબના નીચે જણાવેલ પુરાવાઓની પ્રમાણિત નકલ સાથે બીડવાની રહેશે.

આથી અરજીઓ તપાસ માટે પોલીસ સ્ટેશને મળે ત્યારે નીચેના મુદ્દાઓ ઉપર તપાસ કરી આવા પરવાનાઓ આપવા અંગે સ્પષ્ટ અભિપ્રાય આપવાના રહેશે.

 

 • સૂચિત જગ્યાનું સ્થળ-સ્થિતિનું નિરીક્ષણ અને પંચનામું સ્થાનિક પોલીસ સ્‍ટેશન ઇન્ચાર્જ દ્વારા કરી ખરાઈ કરવામાં આવશે.
 • આસપાસના મિલકત માલિકો/રહેણાક વિસ્તારના માલિકોના ખ્યાલ લઈ વાંધા હોય તો તે નોંધી ઉઠાવવામાં આવેલ વાંધો વાજબી છે કે કેમ ? તેની ખાતરી કરવામાં આવશે.
 • જગ્યા પર ભવિષ્યમાં આગ, શોર્ટ સર્કિટ, વીજતાર, વીજળી ઉપકરણોના વપરાશ સંબંધી ચકાસણી કરવામાં આવશે.
 • પોલીસ સ્‍ટેશન દ્વારા તપાસ થયા બાદ વિભાગીય પોલીસ અધિકારીશ્રી આ તપાસણીની ખરાઈ કરી સ્થળે વિઝિટ કરીને તેઓશ્રીના અભિપ્રાય સાથેના કાગળો પોલીસ અધિકારીશ્રીને અભિપ્રાય અર્થે મોકલી આપશે.
 • સમગ્ર પ્રકરણ અવલોકને લઈ અભિપ્રાય આપવા સંબંધી કાર્યવાહી કરવામાં આવશે.

થાણા ઇન્ચાર્જશ્રીએ તપાસણી ફોર્મની વિગતોની તપાસ કરી, તપાસણી ફોર્મની વિગતો મુદ્દાસર ભરી લાઇસન્‍સ આપવા બાબતનો પોતાનો સ્પષ્ટ અભિપ્રાય જણાવી આગળની કાર્યવાહી માટે વિભાગીય પોલીસ અધિકારીશ્રીને મોકલી આપવાની રહેશે. તેમ જ પરિશિષ્ટ ર/પ૬માં જણાવ્યા મુજબનો ચારિત્ર અંગેનો દાખલો પણ સાથે સામેલ રાખવાનો રહેશે. વિભાગીય પોલીસ અધીક્ષકશ્રીએ આવી અરજીઓની થયેલ તપાસણીની ખરાઈ કરી સ્થળની વિઝિટ કરી, પોતાના અભિપ્રાય સાથે સમગ્ર પ્રકરણ જિલ્લા પોલીસ અધીક્ષકશ્રીને મોકલી આપવાનું રહેશે.

 

દારૂખાનું વગેરે સ્ફોટક પદાર્થનું લાઇસન્ મેળવવા બાબત

 

અરજી કોને કરવી ?  :  જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીને

લાઇસન્‍સનો હેતુ : સ્ફોટક પદાર્થનો

લાઇસન્‍સ અરજી

વિગત

જથ્થો

ફોર્મ નંબર

નમૂનો નંબર

વર્ગ- ગન પાઉડર અને અથવા વર્ગ- ફાયર વર્ક્સના ઉત્પાદન ગ્રામથી વધુ હોય.

૧પ કિ.ગ્રામ

ર૦

દુકાનેથી વેચાણ કરવા અને કબજામાં રાખવા

-

ર૪

(૧) વર્ગ-૭ ( ફાયર વર્ક્સ)ના ડિવિઝન-ર સબ ડિવિઝન-રમાં દર્શાવેલ પ્રંચડ જોખમી ફાયર વર્ક્સ- જેવા કે રોકેટ, ટોટા, મરૂન આતશબાજી, ચકરડી વગેરે.

પ૦ કિ.ગ્રા. થી વધુ ન હોય

 

 

(૨) વર્ગ-૭ ( ફાયર વર્ક્સ)ના ડિવિઝન-ર સબ ડિવિઝન-૧માં દર્શાવેલ ફાયરવર્ક્સ જેવા કે સ્પાર્કલર્સ, ચાઇનીઝ ક્રેકર્સ, સાપ વગેરે હોય.

૪૦૦ કિ.ગ્રા.થી વધુ ન હોય

 

 

(૩) વર્ગ-૧ ગન પાઉડર.

૧પ કિ.ગ્રા.થી
વધુ ન હોય

 

 

(૪) સેફ્ટી ફ્યુઝ

પ૦૦૦ મીટરથી વધુ ન હોય

 

 

પોતાના ઉપયોગ માટે રાખવા (ત્રણ માસ સુધીના સમય માટે) દા. . ખાતેદાર ખેડૂતને કૂવા ગાળવા તથા ઊંડો કરવા ધડાકા કરવા માટે

-

૨૩

(૧) વર્ગ-ર નાઇટ્રેટ મિકસ્ચર અથવા વર્ગ-૩ નાઇટો-કંપાઉન્ડ

પ કિ. ગ્રા.થી વધુ ન હોય તેવા વર્ગ-ર અને વર્ગ-૩ના સ્ફોટક પદાર્થ

 

 

(ર) ઇલેક્ટ્રિક તથા ઓર્ડિનરી ડિટોનિટર્સ

૧૦૦ નંગથી વધુ જ હોય તેવા વિદ્યુત અથવા સામાન્ય વિસ્ફોટ પદાર્થો

 

 

(૩) સેફ્ટી ફ્યુઝ

ર૦૦ મીટરથી વધુ ન હોય તેવા સેફ્ટી ફ્યુઝ

 

 

 

 

() દિવાળી તહેવાર માટે હંગામી ફટાકડા પરવાના મેળવવા માટે જિલ્‍લા મેજિસ્ટ્રેટ દ્વારા દર ઓગસ્ટ/સપ્ટેમ્બર માસમાં જાહેરનામું બહાર પડેથી તેમાં જણાવેલ તારીખ સુધીમાં નિયત નમૂનામાં અરજી થઈ શકશે. અરજી સાથે પરવાના ફી રૂ. ૧પ૦-૦૦, ચારિત્ર અંગે સંબંધિત પોલીસ અધિકારીનો દાખલો તથા સંબંધિત નગરપાલિકા, નગરપંચાયતે પ્લોટની ફાળવણી કરેલ હોય તેની વિગતો સામેલ કરવાની રહેશે.

 

() દારૂખાનાનું ઉત્પાદન કરવા માટેનું લાઇસન્‍સ મેળવવા અરજદારશ્રીએ રજૂ કરવાના કાગળો.

 • નિયત ફોર્મ નં. ૩ માં રૂ. ૦-૬પ પૈસાની કોર્ટ ફી ટિકિટ ચોંટાડેલી અરજી.
 • કંપનીના નામે લાઇસન્‍સ માગેલ હોય તો તમામ ડિરેક્ટર્સના અને ભાગીદારી પેઢીના નામે માગેલ હોય તો તમામ ભાગીદારોનાં નામ, સરનામાં (કાયમી/હંગામી) અને પત્રવ્યવહાર માટે અધિકૃત વ્યક્તિની નમૂનાની સહી અલગ પત્રકમાં અરજી સાથે સામેલ કરવી.
 • કંપની/સોસાયટી/પેઢીના કિસ્સામાં નોંધણી અંગેનું પ્રમાણપત્ર, ભાગીદારી લેખની નકલ.
 • વ્યક્તિગત અરજી હોય તો ઉંમર અંગેનો આધાર તથા રહેઠાણ અંગે રેશનકાર્ડ અને મતદારયાદીની નકલ.
 • અરજદારની લાયકાત અને ટેક્નિકલ અનુભવ તથા ટેક્નિકલ વ્યક્તિઓ નોકરીમાં રાખેલ હોય તો લાઇસન્‍સ તેમની લાયકાત અને અનુભવની વિગત અલગ પત્રકમાં સામેલ કરવી તથા તે અંગેના આધારભૂત પુરાવા સર્ટિફિકેટ વગેરે સામેલ કરવા.
 • સૂચિત જગ્યા/બિલ્ડિંગના માલિકી અંગે ગામ નમૂના નં. ૭/૧ર પ્રોપર્ટી કાર્ડના ઉતારા વગેરે પુરાવા તેમ જ ભાડે રાખેલ હોય તો ભાડાકરારની નકલ.
 • સૂચિત બિલ્ડિંગનો મંજૂર થયેલ પ્લાન તથા ફેક્ટરી તરફ જતા એપ્રોચ રોડ સહિત આજુબાજુની સંપૂર્ણ સ્થિતિ દર્શાવતા સાઇટ પ્લાન.
 • ઉત્પાદન, બિનઉત્પાદન, સ્ટોર્સ, વહીવટી વગેરે બિલ્ડિગનાં બાંધકામ, સ્થળનું વર્ણન.
 • ઓજારો અને પ્લાન્ટનું વર્ણન તથા તેઓનું બિલ્ડિંગમાં લોકેશન ક્યાં કરેલ છે, તેનું વર્ણન.
 • દરેક બિલ્ડિંગમાં કે તેના ભાગમાં કરવાની પ્રક્રિયા/કામનું વર્ણન.
 • કોઈ એક સમયે કોઈ એક મશીન કે બિલ્ડિંગમાં સ્ફોટક પદાર્થ કે તેના ભાગના મિશ્રણ અંગેનું વર્ણન.
 • દરેક બિલ્ડિંગમાં વધુમાં વધુ નોકરીમાં રાખેલી વ્યક્તિઓની સંખ્યા/વિગતો.
 • ફેક્ટરી એક્ટ ૧૯૪૮ હેઠળ નોંધણી કરાવ્યા અંગેનું પ્રમાણપત્ર અથવા તે ખાતાનું ના વાંધા પ્રમાણપત્ર અથવા ૧૩. ફોર્મ નં. ૧૯માં જરૂરી રકમનું ઇન્ડેમન્ટી બોન્ડ.
 • ફોર્મ નં. ૧૭માં ફેક્ટરી પ્રિમાઈસીઝમાંના અને અન્ય બિલ્ડિંગ વગેરે સંબંધી અંતરોની માહિતી.
 • પાસપોર્ટ સાઇઝના બે ફોટોગ્રાફ.
 • ચકાસણી ફી નિયમ મુજબ લાગુ પડતી.
 • લાઇસન્‍સ ફી રૂ. ર૦-૦૦.

() દારૂખાનું દુકાનેથી વેચાણ કરવા અને કબજામાં રાખવાનું લાઇસન્‍સ મેળવવા અરજદારશ્રીએ રજૂ કરવાના કાગળો.

 • નિયત નમૂના ફોર્મ નં. ૪માં રૂ. ૧-૦૦ પૈસાની ટિકિટ ચોડેલી અરજી.
 • ફોર્મ નં. ર૦ હેઠળ જણાવેલ અ. નં રથી ૬ અને ૧પ મુજબની માહિતી.
 • સૂચિત મંજૂર થયેલ બિલ્ડિંગ લાઇન, લાઇનિંગ કંડક્ટરો વગેરેની વિગત સહિત.
 • સૂચિત જગ્યાના એપ્રોચ રોડ સહિત આજુબાજુનાં સંપૂર્ણ સ્થળ દર્શાવતો સાઇટ પ્લાન, જેમાં કોલેજ, શાળા, હોસ્પિટલ, ફેક્ટરી, સ્ફોટક પદાર્થની સ્ટોરેજની જગ્યા/રહેઠાણો પૈકી સૌથી નજીકના સ્થળથી સલામત અંતરની વિગત દર્શાવવી.
 • લાઇસન્‍સ ફી રૂ. ૧પ૦-૦૦.
 • ૧પ મીટરની ત્રિજ્યામાં અન્ય કોઈ એક્સ્પ્લોઝિવ લાઇસન્‍સ અસ્તિત્વમાં છે કે કેમ?
 • ડુપ્લિકેટ લાઇસન્‍સ માટેની ફી રૂ. પ૦-૦૦.

() દારૂખાનું પોતાના ઉપયોગ માટે કબજામાં રાખવા માટેનું ( ફોર્મ નં. ર૩નું ) લાઇસન્‍સ મેળવવા અરજદારશ્રીએ કરવાના કાગળો.

 • નિયત નમૂના નં. ૬માં રૂ. ૧-૦૦ પૈસાની કોર્ટ ફી ચોડેલી અરજી.
 • ઉંમર, રહેઠાણ અંગેના પુરાવા.
 • ઉપયોગમાં લેવાની જગ્યાના સર્વે નંબર, સરનામું.
 • સ્ફોટક પદાર્થ જ્યાં સંગ્રહ કરવાનો હોય તે જગ્યાના બાંધકામ અને તે સાઇટ પ્લાન.
 • રેલવે ખાતાનું ના વાંધા પ્રમાણપત્ર (જો રેલવે નજીકમાં ૧૦૦ મીટરના અંતરે પસાર થતી હોય તો).
   
 • અરજદાર ખેડૂત હોય તો ગ્રામસેવક, વિસ્તરણ અધિકારીશ્રી ખેતીવાડી, ગ્રામપંચાયતના જમીનના લેવલિંગ માટે કૂવો ખોદવા વગેરે માટે ધડાકો કરવો જરૂરી છે. તેવું સ્થળ નિરીક્ષણ કરીને અભિપ્રાય આપતું પ્રમાણપત્ર.
  • લાઇસન્‍સ માટેની ફી રૂ. ૧૦/-
  • ચકાસણી ફી : નિયમ મુજબની ખેડૂતો માટે લેવાની નહીં.

() લાઇસન્‍સ રિન્યૂ કરવા અંગેલાઇસન્‍સની મુદ્દત પૂરી થાય તે પહેલાં ૩૦ દિવસ અગાઉથી નિયત નમૂના ફોર્મ નં. ૧૩માં સંબંધિત એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ વ. મામલતદારને લાઇસન્‍સ ફી જેટલી વાર્ષિક ફી ભરીને અસલ લાઇસન્‍સ તથા મંજૂર કરેલ પ્લાન સાથે કરવો. બે વર્ષ માટે રિન્યૂ કરી શકાય છે. આ સમયમાં અરજી ન કરે અને લાઇસન્‍સની મુદ્દત પૂરી થાય તે પછી ૩૦ દિવસમાં અરજી કરે તો અને વિલંબ કાબૂ બહારનાં કારણોથી થયેલ હોય તો અન્ય કોઈ પગલાં લીધાં સિવાય ડબલ ફી લઈને રિન્યૂ કરી શકાય છે. લાઇસન્‍સની મુદ્દત પૂરી થયા બાદ ૩૦ દિવસમાં અરજી ન કરે તો રિન્યૂ કરવામાં આવતું નથી. લાઇસન્‍સ આપોઆપ રદ થાય છે.

 

અપીલ

 

() જિલ્લા મેજિસ્ટ્રેટના હુકમ સામે હુકમની તારીખથી ૩૦ દિવસમાં સરકારશ્રીના ગૃહ વિભાગમાં અપીલ કરી શકાશે. જે માટે કોઈ અપીલ ફી જમા કરવાની હોતી નથી.(૧૦) ફી કયા સદરે જમા કરાવવી ?
૦૦૭૦ બીજી વહીવટી સેવાઓ સદરે ચલનથી સરકારી તિજોરીમાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા મારફતે જમા કરાવવી.(૧૧) એક્સ્પ્લોઝિવ એક્ટ / રૂલ્સ હેઠળના વાંધા પ્રમાણપત્ર મેળવવા અંગે એક્સ્પ્લોઝિવ એક્ટ/રૂલ્સ હેઠળ લાઇસન્‍સ ફોર્મ નં. ર૦, ર૧, રર, ર૪ અને ર૯માં લાઇસન્સિંગ ચીફ કન્ટ્રોલર ઓફ એક્સ્પ્લોઝિવ હોય તો જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી પાસેથી ના વાંધા પ્રમાણપત્ર મેળવવાનું હોય છે.

 

નિયમ-૧પપના પેટાનિયમ ૩થી પ મુજબ ફોર્મ નં. ર૪ (દુકાનેથી વેચાણ અને કબજો રાખવા) અને ફોર્મ નં. ર૯ (ફાયરવર્ક્સ જાહેર પ્રદર્શન માટે)નું લાઇસન્‍સ મેળવવા માટે ના વાંધા પ્રમાણપત્ર માટે લાઇસન્‍સ મેળવવા જરૂરી પ્લાન, જમીન ટાઇટલ અંગેની વિગતો વગેરે જરૂરી માહિતી સાથે અરજી જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીને કરવાની રહે છે. "ના વાંધા પ્રમાણપત્ર" જરૂરી પોલીસ તપાસ મામલતદારશ્રી મારફતે તપાસ કરાવી આપી શકાય છે.નિયમ ૧પ૬ના પેટાનિયમ ૩થી ૧૦ અને નિયમ ૧૬૦ અન્વયે ફોર્મ નં. ર૦ (ઉત્પાદન અંગે), ર૧ (વેચાણ માટે કબજે રાખવા), રર (ઉપયોગ માટે કબજે રાખવા)નું લાઇસન્‍સ મેળવવા માટે ના વાંધા પ્રમાણપત્ર મેળવવા જે લાઇસન્‍સ મેળવવા માટેના નિયત નમૂનાની અરજી-અનુક્રમે ફોર્મ નં.૩, ૪, પમાં તથા તે સાથેના જરૂરી પુરાવા સાથે જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીને સીધી રીતે અરજી થઈ શકે. આ રીતે સીધી અરજી કે ચીફ કન્ટ્રોલર મારફતે મળેલ અરજી અન્વયે વાંધા માગતી અરજી જાહેર નોટિસ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પ્રસિદ્ધ કરાવી છ માસમાં "ના વાંધા પ્રમાણપત્ર" આપવા અંગેનો નિર્ણય લેવાનો રહે છે.નિયમ ૧પ૭ અને નિયમ ૧૬૦ લાઇસન્‍સ ફોર્મ નં. રરનું લાઇસન્‍સ ૧૦૦ કિ.ગ્રા.થી વધુ એક્સ્પ્લોઝિવ ન હોય અને તે પોતાના ઉપયોગમાં લેવા-કબજામાં રાખવાનું હોય ત્યારે ફોર્મ નં. પ(પાંચ)ના નમૂનામાં અરજી ફોર્મ નં. ૧૭ના પત્રક સાથે જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીને સીધી અરજી કરી શકાય છે.