પોલીસ અધિક્ષક, પોરબંદર
http://www.spporbandar.gujarat.gov.in

ભારતીય પાસપોર્ટ

7/3/2022 11:18:08 PM

ભારતીય પાસપોર્ટ

ભારતીય નાગરિકને ભારતીય પાસપોર્ટ મેળવવા માટેના બંધારણમાં હક્ક આપેલ છે.

પાસપોર્ટ મેળવવાની ઈચ્છા ધરાવનાર નાગરીકે પાસપોર્ટ મેળવવા સારૂ પાસપોર્ટ વિભાગ દ્વારા આ માટે કાર્યરત સાઈટ www.passportindia.gov.in મારફતે ઓન લાઈન ફોર્મ ભરવાનું હોય છે. ફોર્મ ભર્યા બાદ જણાવ્યા મુજબની ફી ભરી જાતે પોતાની સુવિદ્યા મુજબના પાસપોર્ટ સેવા કેંદ્ર અને તારીખ, સમય પસંદ કરી એપોઈન્ટમેન્ટ લેવાની હોય છે. અરજદારે જાતે નક્કી કરેલ પાસપોર્ટ સેવા કેંદ્ર ખાતે તે જ મુજબના તારીખ, સમયે જરૂરી દસ્તાવેજો સાથે ઉપસ્થિત રહી આગળની કાર્યવાહી કરવાની રહે છે. આ માટેની પાસપોર્ટ વિભાગ દ્રારા કરવામાં આવતી કાર્યવાહી અને તેની વધુ સમજ માટે તેઓની વેબ સાઈટ www.passportindia.gov.in પરથી માહિતી મેળવી શકાય છે.

પાસપોર્ટ વિભાગ દ્વારા અરજદારોએ કરેલી અરજીઓ પોલીસ વેરીફીકેશન માટે પોલીસ અધિક્ષકની કચેરી ખાતે ચકાસણી સારૂ મોકલી આપવામાં આવે છે. ત્યારબાદ માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા રાજય પોલીસના આદ્યુનિકરણના ભાગરૂપે પોકેટકોપ મોબાઇલ લોંચીંગ કરવામાં આવેલ જે તમામ આવેલ અરજીઓ ઇ-ગુજકોપ દ્વારા ઓનલાઇન પોલીસ સ્ટેશન મોકલવામાં આવે છે. પાસપોર્ટ અરજી અરજદારના રહેઠાણના સરનામે પોલીસ સ્ટેશન દ્વારા પોકેટકોપ મોબાઇલ દ્વારા જરૂરી ચકાસણી કરાવી, ચકાસણી થયા બાદ અરજી જરૂરી અભિપ્રાય સાથે પોલીસ અધિક્ષકશ્રીની કચેરીએ ઓનલાઇન મોકલાવે છે ત્યારબાદ પાસપોર્ટ વિભાગને આગળની કાર્યવાહી સારૂ પરત મોકલવામાં આવે છે. ત્યાર બાદ RPO કચેરી દ્વારા અરજદારને પાસપોર્ટ ઈસ્યુ કરવામાં આવે છે.

  • ભારતીય પાસપોર્ટ અરજીની સાથે નાગરિકોએ જરૂરી નીચે મુજબના અસલ દસ્તાવેજો તથા તેની ઝેરોક્ષ કોપી-૧ રજૂ કરવાની હોય છે જેમાં રહેઠાણના પુરાવામાં આધારકાર્ડ, ચુટણીકાર્ડજન્મનું પ્રમાણપત્રવિગેરે રજૂ કરવાના હોય છે.

  • જન્મ અંગેના પુરાવામાં સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટ અથવા જન્મનો દાખલો. તેમ જ સ્કૂલમાં અભ્યાસ કરતા હોય તો જે તે સ્કૂલનું બોનોફાઇડ સર્ટિફિકેટ  જે વ્‍યકિતનો જન્‍મ તા.26-1-1989માં કે તે પછીથી થયેલ હોય તો તેઓ ફકત મ્‍યુનીશીપલ ઓથોરીટી અથવા જન્‍મ-મરણ નોધણી રજીસ્‍ટર ધ્‍વારા ઇસ્‍યુ કરેલ બર્થ સર્ટીફીકેટ જ માન્‍ય ગણાશે.

  • લગ્ન કરેલ સ્ત્રીઓના કેસમાં મેરેજ સર્ટિફિકેટ અથવા પતિ-પત્નીના જોઇન્ટ ફોટા સાથેની મેરેજ એફિડેવિટ રજૂ કરવાની રહે છે. (તા. 01/01/2008 કે ત્યારબાદ લગ્ન કરેલ અરજદારે ગુજરાત મેરેજ એકટ-2006 મુજબ ફરજીયાત મેરેજ સર્ટી રજુ કરવાનુ રહેશે.

  • પાસપોર્ટ અરજી માટે કોઈ એજન્ટ સાથે લઈને આવવાની જરૂર હોતી નથી કે એજન્ટ રોકવાની જરૂર હોતી નથી.

  • પાસપોર્ટ અરજીઓ રિજિયોનલ પાસપોર્ટ કચેરીની વખતો વખત થતી લેખિત અને મૌખિક સૂચના આધારે લેવામાં આવે છે.

  • અરજદારની અરજી PSK-1 અથવા હેડ પોસ્ટ ઓફીસ ખાતે સ્વીકાર્યા પછી જે તે પોલીસ સ્‍ટેશનમાં તપાસણી માટે મોકલવામાં આવતી હોઈ દિન-૩ માં તેઓ જે પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા હોય તે પોલીસ સ્‍ટેશનનો સંપર્ક સાધી પોલીસ ઇન્ક્વાયરી પૂર્ણ કરાવવી.

  • પોલીસ ઇન્ક્વાયરી દરમ્‍યાન પોલીસ તપાસ માટેની કોઈ ફી લેવામાં આવતી નથી તેમ જ એજન્ટને સાથે લઈ જવાની જરૂર હોતી નથી. અરજદાર જાતે જ પોલીસ સ્‍ટેશન જઈને અરજીની તપાસ કરાવી શકે છે.

  • પાસપોર્ટ અરજીની તપાસણી પૂર્ણ થયા પછી પોલીસ રિપોર્ટ એલ.આઇ.બી. કચેરી મારફતે ચકાસણી થઈને રિજિયોનલ પાસપોર્ટ કચેરીઅમદાવાદ ખાતે દિન-૫ માં મોકલી આપવામાં આવતી હોય છેજેથી અરજદાર પોતાની અરજીની તપાસ પૂર્ણ થયા પછી પોતાની અરજી અંગેની વધુ માહિતી મેળવી શકે છે. આ સમયે અરજીનો ફાઇલ નંબર તથા અરજી આપ્યા તારીખ જણાવવામાં આવે તો તેઓને માહિતી આપવામાં સરળતા રહે છે.

  • વધુ માહિતી અને પાસપોર્ટની કામગીરી સબંધે અદ્યતન નિયમો અને માર્ગદર્શીકા પાસપોર્ટ વિભાગની વેબસાઈટ www.passportindia.gov.in પરથી મેળવી શકાશે