પોલીસ અધિક્ષક, પોરબંદર
http://www.spporbandar.gujarat.gov.in

ક્રાઇમ રીપોર્ટીંગ

7/4/2025 1:33:16 PM

ક્રાઇમ રીપોર્ટીંગ

અત્રેના જિલ્લાના ૧૧ પોલીસ સ્ટેશન (મહિલા પોલીસ સ્‍ટેશન સહિત), તેમજ નાયબ પોલીસ અઘિક્ષકશ્રી પોરબંદર શહેર/ગ્રામ્‍ય/એસસી-એસટી સેલ અને સકર્લ પો.ઇન્‍સ.શ્રી રાણાવાવ. રોજેરોજ નોંધાતા ગુનાની વિગત વાયરલેસ મેસેજ, ફેક્સ મેસેજ, ઇ-મેઇલ મેસેજ દ્વારા અત્રેના કંટ્રોલરૂમ ખાતે આપવામા આવે છે. જેમાંથી મોર્નિંગ રિપોર્ટ (દૈનિક અહેવાલ) બનાવી પોલીસ અધિક્ષકશ્રી સમક્ષ રજૂ કરવામાં આવે છે તથા જે માહિતીની વડી કચેરીઓને જાણ કરવાની થતી હોઈ તે કચેરીઓને ફેક્સ / ઇ-મેઇલ દ્વારા જાણ કરવામા આવે છે.

નાયબ પોલીસ અઘિક્ષકશ્રી, પોરબંદર શહેર/ગ્રામ્‍ય ડિવીઝનનાઓ ડિવીઝનમાં આવતા પોસ્‍ટે.માંથી માસિક, ત્રિમાસિક, છ માસિક અને વાષિર્ક ૫ત્રકો મંગાવી પોલીસ અઘિક્ષકશ્રીની કચેરી (રીડર શાખામાં) મોકલવામાં આવે છે.

અત્રેની રીડર શાખા દ્વારા નીચે મુજબનાં માસિક તેમ જ વાર્ષિક પત્રકો તૈયાર કરવા સારૂ દરેક પોલીસ સ્ટેશનથી નિયત નમૂનામાં માહિતી મગાવવામા આવે છે, તથા આ પત્રકો તૈયાર કરી વડી કચેરીઓમાં મોકલી આપવામાં આવે છે.

માસિકપત્રકો

  • ક્રાઇમ રિપોર્ટીગ.
  • માસિક ક્રાઇમ રિવ્યુ.
  • માસિક ક્રાઇમ આંકડાકીય માહિતી પત્રક એ ટુ એલ.
  • માસિક કાયદો વ્યવસ્થાનાં પત્રક.
  • માસિક રોડ અકસ્માતની માહિતી.
  • વિધાનસભા/ સંસદગૃહ સત્ર દરમિયાન પુછાયેલ આર.એસ.કયુ/ એલ.એસ.કયુ.ના જવાબ પાઠવવાની કામગીરી.
  • માસિક ક્રાઇમ કોન્ફરન્સનાં પત્રકો.

 

વાર્ષિક પત્રકો.

  • ક્રાઇમ ઇન ઈન્ડિયાનાં વાર્ષિક પત્રકો.
  • વાર્ષિક વહીવટી અહેવાલ.
  • રોડ અકસ્માતના વાર્ષિક પત્રકો.
  • સુસાઇડ એન્ડ ડેથનાં વાર્ષિક પત્રકો.

તેમ જ જિલ્લાના પોલીસ અધિકારીઓની આવેલી વીકલી ડાયરી ઉપર ચેક લેવા, દૈનિક રિપોર્ટ ઉપર ચેક લેવા અને ઉચ્ચ અધિકારીશ્રીઓ તરફથી માગવામાં આવતી ક્રાઇમ ગુનાઓની આંકડાકીય માહિતી, ક્રાઇમને લગત એલએસકયુ, આરએસકયુ વિગેરે તેમજ ગુનાઓને લગતા અહેવાલ પાઠવવા અંગેની કામગીરી રીડર શાખા દ્વારા કરવામાં આવે છે.