કલ્યાણકારી પ્રવૃતિઓ -
સી.પી.સી કેન્ટીન :-
- સી.પી.સી. કેન્ટીન અંતર્ગત ગુજરાત પોલીસ કેન્ટીન પોરબંદરની રચના કરવામાં આવેલ છે અને આ કેન્ટીન તા.૦૫/૦૯/૨૦૧૩ થી કાર્યરત કરવામાં આવેલ છે જેમાં પોલીસ પરિવારને જીવન જરૂરીયાત ચીજવસ્તુ, ઇલેકટ્રોનીક આઇટમો તથા કોસ્ટમેટીક આઇટમોનું વેચાણ કરવામાં આવે છે.
મરણોતર સહાય :-
- નિયમાનુસાર રૂ. ૧૦,૦૦૦/- લેખે મરણ પામનાર કમર્ચારીના વારસદારોને વેલ્ફરમાંથી ચૂકવવામાં આવે છે.
મેડીકલ લોન :-
- નિયમાનુસાર માન્ય તબીબના પ્રમાણપત્ર આધારે રૂ. ૫૦૦૦૦/-ની મયાર્દામાં કમર્ચારીઓને વેલ્ફરમાંથી ચૂકવવામાં આવે છે.
મંગલસુત્ર લોન :-
- નિયમાનુસાર રૂ. ૧૦૦૦૦/-ની મયાર્દામાં કમર્ચારીને વેલ્ફરમાંથી ચૂકવવામાં આવે છે.
શિષ્યવૃતિ ચૂકવણી :-
- સ્થાનિક લેવલે ધોરણ ૫ થી ઉચ્ચ અભ્યાસ માટે નિયમાનુસાર સ્થાનિક વેલ્ફરમાંથી પોલીસ કમર્ચારીઓના બાળકોને શિષ્યવૃતિ તથા પ્રોત્સાહનરૂપે ઇનામની ચૂકવણી કરવામાં આવે છે, જેમાં ધો.પ થી ૧૨ સુધી ૬૦ ટકા કે તેથી વધુ ગુણ પ્રાપ્ત કરનાર તથા ધોરણ-૧૨ થી ઉપરના તમામ અભ્યાસક્રમોમાં ૫૦ ટકા કે તેથી વધુ ગુણ પ્રાપ્ત કરનાર પોલીસ અધિકારી/ કર્મચારીઓને સંતાનોને ચૂકવી પ્રોત્સાહિત કરવામાં આવે છે, છેલ્લે સને-૨૦૧૪-૧૫ ના શૈક્ષણિક વર્ષ માટે શિષ્યવૃતિની રકમ રૂ.૭૯,૪૫૦/- તથા ઇનામ પટે રૂ.૧૬૦૩૨/- મળી કુલ રૂ.૯૫,૪૮૨/- ની રકમ વેલ્ફેર ભંડોળમાંથી ચૂકવવામાં આવેલ છે.
ચશ્મા સહાય-દાંતના ચોકઠા :-
- ચશ્મા માટે રૂ. ર૫૦/-, ૩પ૦/- અને દાંતના ચોકઠા માટે રૂ. ૧,૦૦૦- સહાય પેટે વેલ્ફરમાંથી ચુકવવામાં આવે છે.
સિલાઇ મશીન લોન :-
સિલાઇ મશીન લોન પણ સહાય પેટે રૂ. ૨૦૦૦- વેલ્ફરમાંથી ચુકવવામાં આવે છે.
કોમ્પ્યુટર માટે લોન :-
વેલ્ફેર ફંડમાંથી પોલીસ અધિકારી/કર્મચારીઓને રૂ. ૨૦,૦૦૦/- લોન પેટે ચૂકવવામાં આવે છે.
વેલ્ફરની અન્ય પ્રવૃતિ :-
ઇન્ડીયન મેડીકલ એસોશિયેશન પોરબંદરના સહયોગથી લાયન્સ કલબ પોરબંદર ખાતે તા.૦૩/૦૫/૨૦૧૫, તા.૦૭/૦૬/૨૦૧૫ તથા ૫/૦૭/૨૦૧૫, ૦૪/૧૦/૨૦૧૫ તથા ૧૩/૧૨/૨૦૧૫ ના રોજ મેડીકલ કેમ્પનું આયોજન રાખવામાં આવેલ જેમાં જીલ્લાના ૧૦૦ ટકા પોલીસ અધિકારી/કર્મચારીઓ તથા સીવીલીયન સ્ટાફના કર્મચારીઓના હેલ્થ ચેક-અપ કરવામાં આવેલ છે.
કોમ્યુનીટી હોલ :-
પોરબંદર જીલ્લાના પો.હેડ કવા., પોરબંદર ખાતે કોમ્યુનીટી હોલ ઉપલબ્ધ છે જેમાં પોલીસ અધિકારી / કર્મચારીઓના બાળકોના લગ્ન પ્રસંગ માટે એક દિવસનું રૂ. ૨૦૦૦/- ના ભાડાથી તથા જાહેર જનતા માટે એક દિવસનું રૂ. ૬૦૦૦/- ના ભાડાથી કોમ્યુનીટી હોલ ભાડે આપવામાં આવે છે.
બંધુત્વ સહાય :-
મરણ જનાર અધિકારી / કર્મચારીઓના વારસદારને રૂ. ૧૦૦૦૦૦/- બંધુત્વ સહાય પેટે વેલ્ફેર ફંડમાંથી ચૂકવવામાં આવે છે.