પોલીસ બંદોબસ્ત
પોલીસ બંદોબસ્તના ચાર્જીસ વસૂલ લઈ નીચે જણાવેલ કેસોમાં પોલીસ બંદોબસ્ત આપવામાં આવે છે
સામાન્ય સંજોગોમાં કાયદો અને વ્યવસ્થાના હિતમાં પોલીસ અધિક્ષકશ્રી કે ઉપરી અધિકારીશ્રીને જરૂર જણાય ત્યારે કોઈ પણ સંસ્થા કે પક્ષકારને વિના મૂલ્યે પોલીસ બંદોબસ્ત/રક્ષણ ફાળવવામાં આવે છે. નબળા વર્ગોને રક્ષણ આપવું જરૂરી જણાતાંની સાથે તુરંત ફાળવવામાં આવે છે. અંગત અદાવત કે ઝઘડાની વિગત ઘ્યાન પર આવતાંની સાથે જરૂરીઅટકાયતી પગલાં લેવામાં આવે છે. આમ છતાં કોઈ પક્ષકારની રક્ષણની માગણી હોય તો સંજોગોઘ્યાન પર લઈ બંદોબસ્ત ચાર્જ વસૂલ કરી રક્ષણ આપી શકાય છે. આ માટે સંબંધિત પક્ષકારનીઅરજી આધારે પોલીસ અધીક્ષક સ્થાનિક પોલીસ સ્ટેશનનો અભિપ્રાય લઈ નિર્ણય કરે છે
સીમચોરી અને ભેલાણ અટકાવવા સારુ જરૂરિયાત મુજબ પોલીસ બંદોબસ્ત આપવામાં આવે છે.પાક રક્ષણ માટે પોલીસ બંદોબસ્તમાં ઘોડેસવાર અને ઊંટસવાર પોલીસ મૂકવામાં આવે છે, પરંતુ સીમ પેટ્રોલિંગમાં ઘોડેસવાર પોલીસ વધુ અસરકારક હોઈ કેટલાંક ગામોમાં તેનીસીમની રખેવાળી કરવાની સ્વૈચ્છિક વ્યવસ્થા માટે નાણાં ભરીને ઘોડેસવાર પોલીસ માગવામાંઆવે છે. જો કાયદો અને વ્યવસ્થાની કામગીરીમાં રોકાયા ઉપરાંત ઘોડેસવાર પોલીસ ઉપલબ્ધ હોય તો તે નાણાં વસૂલ લઈ ફાળવવામાં આવે છે. આ ફાળવણી સામાન્ય રીતે પૂરા મહિના માટે કરવામાં આવે છે. ઘોડાની ફાળવણી કરતી વખતે ઘોડાને રહેવાની યોગ્ય વ્યવસ્થા ઉપલબ્ધ થઈ શકે તેમ છે કે કેમ તે ચકાસવામાં આવે છે.
કોઈ પણ યુનિવર્સિટી, માઘ્યમિક શિક્ષણ પરીક્ષા બોર્ડ દ્વારા પરીક્ષા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની જાળવણી સ્થળે પોલીસ બંદોબસ્ત આપવામાં આવે છે. જેનાં નાણાંવસૂલ લેવામાં આવતાં નથી, પરંતુ ચોક્કસ હેતુથી માગવામાં આવતી ગાર્ડ નાણાં વસૂલ લઈઆપવામાં આવે છે.
(અ) બેન્ક કે વેપારી દ્વારા મોટા પાયે નાણાંની હેરાફેરી માટે નિયત દરેનાણાં ચૂકવનારને હથિયારીરક્ષણ આપવામાં આવે છે
(બ) ખાનગીસંસ્થા, બેન્કો વગેરેને સલામતી માટે પોલીસ ગાર્ડ ફાળવવામાં આવે છે. આ સંબંધિત સંસ્થાઓ પાસેથી તેઓને ફાળવેલ પોલીસ અધિકારી/કર્મચારીના પગાર-ભથ્થાંની રકમના બે ગણીરકમ એડ્વાન્સમાં વસૂલ લેવામાં આવે છે.
- બેન્ક કે નાણાકીય સંસ્થાના વસૂલાત અધિકારી દ્વારા દાવાની બાકી રકમની વસૂલાત કરવા સારુ પોલીસ બંદોબસ્તના ચાર્જીસ વસૂલ લઈ હેડ ક્વાર્ટર અગર તો સ્થાનિક પોલીસ સ્ટેશન તરફથી પોલીસ બંદોબસ્ત આપવામાં આવે છે.
- થિયેટર, સિનેમાગૃહો, મનોરંજનના આવા સ્થળે ટ્રાફિક નિયમનની કામગીરી માટે ખાનગી વ્યક્તિ/સંસ્થા તરફથી બંદોબસ્ત જાળવવા માટે માગણી થયેથી પોલીસ અધિકારી/કર્મચારીની જેટલી સંખ્યામાં ફાળવણી કરવામાં આવે તે દરજ્જાના પોલીસ અધિકારી/કર્મચારીના દૈનિક પગાર-ભથ્થાં તરીકે ચૂકવવામાં આવતી પૂરી રકમ ફાળવેલ પોલીસ અધિકારી/કર્મચારીની સંખ્યાના પ્રમાણમાં ખાનગી વ્યક્તિ/સંસ્થા તરફથી પૂરેપૂરી વસૂલ કરવામાં આવે છે.
- મિલકત અને જમીનના વિવાદ અનુસંધાને કોઈ પક્ષકાર દ્વારા સ્વરક્ષણ માટે પોલીસ માગવામાં આવે ત્યારે તેના કોર્ટ કેસ કે અન્ય અર્ધન્યાયિક સત્તા સમક્ષ ચાલતી કાર્યવાહીની વિગત ઘ્યાન પર લઈ સ્થાનિક પોલીસનો અમુક વ્યક્તિના રક્ષણ માટે પોલીસ પૂરી પાડવા અભિપ્રાય હોય તો મિલકતના કબજા બાબતે પોલીસ પક્ષકાર ન બને તે રીતે નાણાં ચુકવણીથી રક્ષણ આપી શકાય છે. આ પ્રકારનું પોલીસ રક્ષણ વ્યક્તિની સલામતી માટે જ છે. અને કોર્ટના હુકમ વિના મિલકતના કબજા કરવા માટે જતી વખતે તે મળી શકે નહીં તેમ સમજવું. આ સંબંધે કોર્ટમાં કોઈ વિવાદ ચાલુ હોય તો રક્ષણ આપતાં પહેલાં જરૂર જણાય તો કાનૂની તજજ્ઞનો અભિપ્રાય પણ લેવામાં આવે છે.
- નાણાં ચૂકવી આપવામાં આવતાં પોલીસ રક્ષણ સંબંધે તેના દર પોલીસ મહાનિરીક્ષક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા વખતોવખત રિવાઇઝ કરવામાંઆવે છે.
પોલીસ અધિક્ષક પોરબંદર ની કચેરી ખાતે ઓન પેમેન્ટ એક દિવસની
વસુલાત દર્શાવતુ પત્રક
|
ક્રમ
|
વિગત
|
પોલીસ ઇન્સ્પેક્ટર
|
પોલીસ સબ ઇન્સ્પેક્ટર
|
એએસઆઇ
|
હેડ કોન્સ્ટેબલ
|
પોલીસ કોન્સ્ટેબલ
|
૪૪૯૦૦
|
૩૯૯૦૦
|
૨૫૫૦૦
|
૨૧૭૦૦
|
૧૮૦૦૦
|
થી
|
થી
|
થી
|
થી
|
થી
|
૧૪૨૪૦૦
|
૧૨૬૬૦૦
|
૮૧૧૦૦
|
૬૯૧૦૦
|
૫૬૯૦૦
|
૧
|
સરાસરી માસિક બેઝિક પગાર
|
૯૩૬૫૦
|
૮૩૨૫૦
|
૫૩૩૦૦
|
૪૫૪૦૦
|
૩૭૪૫૦
|
૦
|
૦
|
૦
|
૦
|
૦
|
૯૩૬૫૦
|
૮૩૨૫૦
|
૫૩૩૦૦
|
૪૫૪૦૦
|
૩૭૪૫૦
|
૨
|
મોંઘવારી ભથ્થું
|
૬૫૫૬
|
૫૮૨૮
|
૩૭૩૧
|
૩૧૭૮
|
૨૬૨૨
|
૩
|
ઘરભાડું ૧૦%+રેટ ચાર્જ
|
૩૧૭૧૪
|
૩૧૪૭૬
|
૧૭૯૬૯
|
૧૭૪૯૩
|
૧૭૨૫૫
|
૪
|
મેડિકલ એલાઉન્સ
|
૩૦૦
|
૩૦૦
|
૩૦૦
|
૩૦૦
|
૩૦૦
|
૫
|
ખા.વ.ભથ્થું
|
૭૫
|
૭૫
|
૬૦
|
૬૦
|
૬૦
|
૬
|
વાહન ભથ્થું
|
૪૦૦
|
૪૦૦
|
૪૦૦
|
૪૦૦
|
૪૦૦
|
૭
|
વોશિંગ એલાઉન્સ
|
૪૦
|
૪૦
|
૨૫
|
૨૫
|
૨૫
|
૮
|
સાઇકલ એલાઉન્સ
|
-
|
-
|
૨૦
|
૨૦
|
૨૦
|
૯
|
ક્રમ ૧થી ૮નો સરવાળો
|
૧૨૬૧૭૯
|
૧૧૫૫૪૧
|
૭૨૦૭૪
|
૬૩૬૯૮
|
૫૫૫૧૦
|
૧૦
|
પેન્શન કોન્ટ્રિબ્યુશન ૯.પ%
|
૧૧૯૮૭
|
૧૦૯૭૬
|
૬૮૪૭
|
૬૦૫૧
|
૫૨૭૩
|
૧૧
|
ક્રમ ૯થી ૧૦નો સરવાળો
|
૧૩૮૧૬૫
|
૧૨૬૫૧૭
|
૭૮૯૨૧
|
૬૯૭૪૯
|
૬૦૭૮૩
|
૧૨
|
સુપરવિઝન ચાર્જ ૬%
|
૮૨૯૦
|
૭૫૯૧
|
૪૭૩૫
|
૪૧૮૫
|
૩૬૪૭
|
૧૩
|
ક્રમ ૧૧થી ૧રનો સરવાળો
|
૧૪૬૪૫૫
|
૧૩૪૧૦૮
|
૮૩૬૫૬
|
૭૩૯૩૪
|
૬૪૪૩૦
|
૧૪
|
લીવ કોન્ટ્રિબ્યુશન ૧ર%
|
૧૭૫૭૫
|
૧૬૦૯૩
|
૧૦૦૩૯
|
૮૮૭૨
|
૭૭૩૨
|
૧૫
|
કુલ સરવાળો ૧૩+૧૪
|
૧૬૪૦૩૦
|
૧૫૦૨૦૧
|
૯૩૬૯૫
|
૮૨૮૦૬
|
૭૨૧૬૨
|
|
૨૮ દિવસ લેખે
|
૫૮૫૮
|
૫૩૬૪
|
૩૩૪૬
|
૨૯૫૭
|
૨૫૭૭
|
|
૨૯ દિવસ લેખે
|
૫૬૫૬
|
૫૧૭૯
|
૩૨૩૧
|
૨૮૫૫
|
૨૪૮૮
|
|
૩૦ દિવસ લેખે
|
૫૪૬૮
|
૫૦૦૭
|
૩૧૨૩
|
૨૭૬૦
|
૨૪૦૫
|
|
૩૧ દિવસ લેખે
|
૫૨૯૧
|
૪૮૪૫
|
૩૦૨૨
|
૨૬૭૧
|
૨૩૨૮
|