પોલીસ અધિક્ષક, પોરબંદર
http://www.spporbandar.gujarat.gov.in

સારી કામગીરી

7/10/2025 5:15:35 AM

પોરબંદર જીલ્‍લાની અઠવાડીક તા.૦૪/૧૧/૨૦૧૯ થી તા.૧૦/૧૧/૨૦૧૯ સુધીની સારી કામગીરીની મુદ્દા નંબર ૧ થી ૬  ની માહિતી નીચે મુજબ છે.

મુદ્દા નંબર ૧:- જો જીલ્‍લા શહેર કક્ષાએ કોઇ ખોવાયેલ બાળકો માટે ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હોય કે અન્‍ય સારી કામગીરી માટે ઝુંબેશ ચલાવવામાં આવી હોય

(૧)  ઉદ્યોગનગર પો.સ્ટે. જા.જોગ નં ૩૧/૧૮ તા.૨૧/૦૯/૧૮ ના કામે ગુમ થનાર ઉષાબેન પરેશભાઇ લાખાણી ઉ.વ.૪૨ રહે.ખાપટ નવાપરા પોરબંદર વાળીને તા.૦૫/૧૧/૨૦૧૯ ના રોજ જીલ્લા એમ.ઓ.બી. શાખાના પો.સબ.ઇન્સ. શ્રી બી.વી.પંડયા તથા પો.હેઙકોન્સ. જી.એમ.નંદાણીયાએ જામજોધપુરથી શોધી કાઢેલ છે.

(૨)  કમલાબાગ પો.સ્ટે. જા.જોગ નં ૧૦૮/૧૮ તા.૦૨/૧૦/૧૮ ના કામે ગુમ થનાર નેહાબેન ઉર્ફે નેહલબેન ઉદયશંકર જોષી ઉ.વ.૨૬ રહે.કેશોદ જી.જુનાગઢ વાળીને જીલ્લાના એમ.ઓ.બી. શાખાના પો.હેઙકોન્સ. જી.એમ.નંદાણીયાને માહિતીની હકિકત મળતા કમલાબાગ પો.સ્ટે.ને વિગતવારની જાણ કરી  તા.૦૮/૧૧/૧૯નાં રોજ એ.એસ.આઇ. જી.એમ.ડાભી કમલાબાગ પો.સ્ટે. નાઓને ઉના મોકલી શોધી કાઢેલ છે.

(૩)  કમલાબાગ પો.સ્ટે. જા.જોગ નં ૮૯/૧૯ તા.૨૪/૦૯/૧૯ ના કામે ગુમ થનાર નીલમબેન દિવ્યેશભાઇ રાણીંગા ઉ.વ.૩૩ તથા તેનો દિકરો યુવરાજ ઉ.વ.૦૬ વર્ષ રહે.S.B.S. કોલોની પોરબંદર વાળીને જીલ્લા એમ.ઓ.બી. શાખાના પો.હેઙકોન્સ. જી.એમ.નંદાણીયાને હકિકત મળતા તા.૦૮/૧૧/૨૦૧૯ ના રોજ જીલ્લા એમ.ઓ.બી. શાખાના એ.એસ.આઇ. કે.આર.કાઠીનાઓને સુરતમાં કામરેજ ખાતે મોકલી ગુમ થનારને દિકરા સાથે શોધી કાઢેલ છે.

 જે આપશ્રીને વિદિત થાય.

 

(જે.સી.કોઠીયા)

ઇ.ચા.ના.પો.અધિ.મુ.મ.

પોરબંદર