પોરબંદર જીલ્લાની અઠવાડીક તા.૧૧/૧૧/૨૦૧૯ થી તા.૧૭/૧૧/૨૦૧૯ સુધીની સારી કામગીરીની મુદ્દા નંબર ૧ થી ૬ ની માહિતી નીચે મુજબ છે.
મુદ્દા નંબર ૧:- ટ્રાફીક અંગેના કાર્યક્રમ હાથ ધરવામાં આવેલ હોય
(૧) ટ્રાફિક શાખા પોરબંદર દ્રારા તથા રીઝવાન આડતીયા ફાઉન્ડેશન ના સભ્યો સાથે મળીને રાણીબાગ ચાર રસ્તાની આસપાસ તા.૧૫/૧૧/૨૦૧૯ ના ક.૧૧/૦૦ થી ક.૧૨/૩૦ સુધી ટ્રાફિક અવેશનેશનો કાર્યક્રમ કરવામાં આવેલ હતો જેમાં વાહન ચાલકોને ટ્રાફિકના નવા નિયમો અને ટુ વ્હીલર વાહનમાં હેલ્મેટ ફરજીયાત પહેરવું તેમજ ફોર વ્હીલર વાહનોમાં શીટ બેલ્ટ અવશ્ય બાંધવો તેમજ અન્ય ટ્રાફિક લગત તમામ નિયમોનું માર્ગદર્શન આપવામાં આવેલ છે. આ કાર્યક્રમ ટ્રાફિક પોલીસ તથા રીઝવાન આડતીયા ફાઉન્ડેશનના સભ્યોએ સાથે મળીને કરવામાં આવેલ છે.
(૨) વિશ્વ શ્રધ્ધાંજલી દિન WORLD DAY OF REMEMBRANCE નિમીતે ટ્રાફિકના નિયમો અંગે તમામ વાહન ચાલકોને ટ્રાફિક જાગૃતિ (અવેશનેશ) આપતો ટ્રાફિક શાખાના પોલીસ સ્ટાફ દ્રારા વિશ્વ શ્રધ્ધાંજલી દિન WORLD DAY OF REMEMBRANCE નિમીતે પોરબંદર અધિક્ષક સાહેબ શ્રી ડો.પાર્થરાજસિંહ ગોહિલ સાહેબ દ્રારા મળેલ સુચના આધારે ટ્રાફિક પોલીસના પોલીસ સબ ઇન્સ. જી.બી.ગોહિલ તથા સ્ટાફ દ્રારા તા.૧૭/૧૧/૨૦૧૯ ના રોજ દર વર્ષ માફક નવેમ્બર માસના ત્રીજા રવિવારે વલ્ડ ડે ઓફ રીમેમ્બરન્સ તરીકે ઉજવવામાં આવે છે ક.૦૯/૦૦ થી ક.૧૦/૦૦ સુધી આર.ટી.ઓ કચેરી પાસે રોડ ઉપર માર્ગ સલામતી અંગે કાર્યક્રમ રાખવામાં આવેલ જેમાં ટ્રાફિકના નિયમોનું પાલન કરતા વાહન ચાલકોને ગુલાબનું ફુલ આપી સ્વાગત કરવામાં આવેલ તેમજ ટ્રાફિકના નિયમોનું ભંગ કરતા વાહન ચાલકો સાથે ટ્રાફિકના નિયમો અંગે પરામર્શ કરવામાં આવેલ ત્યારબાદ ક.૧૦/૩૦ થી ક.૧૧/૦૦ સુધી ધરમપુર રોડ, ક.૧૧/૧૫ થી ક.૧૨/૦૦ રાણીબાગ સર્કલ, ક.૧૨/૧૦ થી ક.૧૨/૪૫ હનુમાન ગુફા ચાર રસ્તા પોઇન્ટ ઉપર ટ્રાફિક અવેરનેશ કાર્યક્રમો કરવામાં આવેલ.
ત્યારબાદ ક.૧૮/૩૦ થી ક.૧૯/૩૦ સુધી એસ.ટી. ડેપો પોરબંદર પાસે આવેલ હેલ્મેટ સર્કલ ઉપર નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.સી.કોઠીયા સાહેબ, પો.ઇન્સ. શ્રી એસ.એમ.જાડેજા સાહેબ કમલાબાગ પો.સ્ટે., શ્રી પો.ઇન્સ. શ્રી એન.ડી.ચૌધારી સાહેબ કિર્તીમંદિર પો.સ્ટે., પો.ઇન્સ. શ્રી એન.એન.રબારી સાહેબ હાર્બર મરીન પો.સ્ટે., પો.સ.ઇન્સ. શ્રી એચ.એચ.વ્યાસ સાહેબ હાર્બર મરીન પો.સ્ટે., પો.સ.ઇ.શ્રી જે.જે.રાઠોડ સાહેબ ઉધોગનગર પો.સ્ટે., આર.ટી.ઓ અધિકારી તથા સ્ટાફ, ડેપો મેનેજરશ્રી તથા સ્ટાફ, ૧૦૮ ના કર્મચારીઓ તેમજ ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ દ્રારા અકસ્માતમાં મૃત્યુ પામેલ વ્યકિતઓને કેન્ડલ પ્રગટાવી શ્રધ્ધાંજલી આપવામાં આવેલ તેમજ બે મીનીટનું મોન રાખી મૃતકોને શ્રધ્ધાંજલી આપવામાં આવેલ તેમજ હેલ્મેટ સર્કલ ઉપર મૃત્યુ પામેલ પ્રણવ અતુલભાઇ કારીયા કે જેઓને શ્રધ્ધાંજલી આપવમાં આવેલ તેમજ પિતાશ્રી અતુલભાઇ કારીયા દ્રારા વાહન ચાલકોને હેલ્મેટ પહેરવા માટે અને માનવ જીંદગી બચાવવા માટે પ્રવચન આપવામાં આવેલ. આ સદરહુ કાર્યક્રમનું સંચાલન ટ્રાફિક પો.સ.ઇન્સ. શ્રી જી.બી.ગોહિલ સાહેબનાઓએ કરેલ.
જે આપશ્રીને વિદિત થાય.
(જે.સી.કોઠીયા)
ઇ.ચા.ના.પો.અધિ.મુ.મ.
પોરબંદર