પોલીસ અધિક્ષક, પોરબંદર
http://www.spporbandar.gujarat.gov.in

સારી કામગીરી

7/1/2025 11:10:40 AM

પોરબંદર જીલ્‍લાની અઠવાડીક તા.૩૦/૧૨/૨૦૧૯ થી તા.૦૫/૦૧/૨૦૨૦ સુધીની સારી કામગીરીની મુદ્દા નંબર ૧ થી ૬  ની માહિતી નીચે મુજબ છે.

મુદ્દા નંબર ૧:- જો જીલ્‍લા શહેર કક્ષાએ કોઇ ખોવાયેલ બાળકો માટે ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હોય કે અન્‍ય સારી કામગીરી માટે ઝુંબેશ ચલાવવામાં આવી હોય

(૧) કમલાબાગ પો.સ્ટે. ગુ.ર.નં. ફ.૪૩/૨૦૧૮ IPC ક.૩૬૩,૩૬૬ મુજબ તા.૦૨/૦૪/૨૦૧૮ ના કામે અપહરણ થનાર પાયલબેન ડો/ઓ રમેશભાઇ હમીરભાઇ સોલંકી ઉ.વ.૧૬ વર્ષ રહે. નરસંગ ટેકરી શ્યામ પરોઠા હાઉસ બાજુમાં પોરબંદર વાળીને કમલાબાગ પો.સ.ઇ.શ્રી વી.પી.કનારા તથા પો.સ્ટાફના માણસોએ તા.૦૨/૦૧/૨૦૨૦ ના રોજ ધામળેજ તા.સુત્રાપાડા જી.ગીર સોમનાથ થી શોધી કાઢેલ છે.

(૨) કમાલાબાગ પો.સ્ટે. ગુ.ર.નં.ફ.૬૯/૨૦૧૮ IPC ક.૩૬૩,૩૬૬ વિ. તા.૧૨/૦૭/૨૦૧૮ ના કામે અપહરણ થનાર સોનલબેન ડો/ઓ રાજુ મગનભાઇ ચૌહાણ ઉ.વ.૧૫ વર્ષ રહે. અમરદડ સીંગલ પ્લોટ હાલ.રાણાવાવ સ્ટેશન પ્લોઠ બાપોદરા સા.ની વાડી પાસે જી. પોરબંદર વાળીને રાણાવાવ પો.સ.ઇ.શ્રી બી.એસ.ઝાલા તથા પો.સ્ટાફના માણસોએ તા.૦૫/૦૧/૨૦૨૦ ના રોજ મધ્યપ્રદેશ થી શોધી કાઢેલ છે.

મુદ્દા નંબર ૨:- શાળા કોલેજોમાં ટ્રાફિક અવરનેશ પોગ્રામ

(૧)  કિર્તિમંદિર પો.સ્ટે. વી.જે.મદ્રેસા બોયસ સ્કુલ પોરબંદર ખાતે તા.૩૦/૧૨/૨૦૧૯ ના ક.૧૩/૦૦ થી ક. ૧૩/૩૦ સુધી તમાકુ નિયંત્રણ બાબતે અવરનેશ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલ જેમાં ૩૦૦ વિદ્યાર્થીઓ  હાજર રહેલ હતા. 

જે આપશ્રીને વિદિત થાય.

 

 

(ભરત પટેલ)

ના.પો.અધિ.મુ.મ.

પોરબંદર