પોલીસ અધિક્ષક, પોરબંદર
http://www.spporbandar.gujarat.gov.in

સારી કામગીરી

7/4/2025 1:36:48 PM

પોરબંદર જીલ્‍લાની અઠવાડીક તા.૧૩/૦૧/૨૦૨૦ થી તા.૧૯/૦૧/૨૦૨૦ સુધીની સારી કામગીરીની મુદ્દા નંબર ૧ થી ૬  ની માહિતી નીચે મુજબ છે.

મુદ્દા નંબર ૧:- જો જીલ્‍લા શહેર કક્ષાએ કોઇ ખોવાયેલ બાળકો માટે ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હોય કે અન્‍ય સારી કામગીરી માટે ઝુંબેશ ચલાવવામાં આવી હોયઃ-

(૧)     કમલાબાગ પો.સ્ટે. ગુમ જા.જોગ નં. ૦૨/૨૦૨૦ મુજબ ગુમ થનાર નીધીબેન ડો/ઓ વિજયકુમાર કાંતીલાલ શાણથ્રા ઉ.વ.૨૦ રહે. ACC રોડ કાવેરી હોટલ સામે પોરબંદર વાળીને પો.સ.ઇ.શ્રી જે.ડી.દેસાઇ તથા પો.સ્ટાફના માણસોએ તા.૧૫/૦૧/૨૦૨૦ ના રોજ શોધી કાઢેલ છે.

 

મુદ્દા નંબર ૨:- શાળા કોલેજોમાં ટ્રાફિક અવરનેશ પોગ્રામઃ-

(૧)          તા.૧૩/૦૧/૨૦૨૦ નાં રોજ ક.૧૦/૧૫ થી ક.૧૨/૩૦ સુધી પોરબંદર શહેર ખાતે જુના ફુવારા થી માણેકચોક સુધી ટ્રાફીક જાગ્રુતિ રેલીનું આયોજન કરવામાં આવેલ હતું. રેલીનું પ્રસ્થાન ઇ.ચા. પોલીસ અધિક્ષકશ્રી બી.એ.પટેલ સાહેબના વરદ હસ્તે કરવામાં આવેલ. આ રેલીમાં અલગ-અલગ સ્કુલનાં બાળકો તથા જે.સી.આઇ.ના હોદેદારો તથા ટ્રાફિક શાખાના પો.સ.ઇ.શ્રી જી.બી.ગોહિલ તથા સ્ટાફનાં માણસો હાજર રહેલ હતાં. ત્યારબાદ ક.૧૬/૦૦ થી ક.૧૯/૦૦ સુધી રાજકોટ હાઇવે રોડ ઉપર વધુ ઝડપથી ચાલતાં વાહનોને સ્પીડગન દ્રારા ચેકિંગ કરવામાં આવેલ તેમજ ઓવર-સ્પીડ, ડંકન ડ્રાઇવીંગના નિયમો બાબતે વાહન ચાલકો તથા માલીકોને સમજણ આપવામાં આવેલ.

(૨)          તા.૧૪/૦૧/૨૦૨૦ નાં રોજ ક.૧૦/૩૦ થી ક.૧૧/૩૦ સુધી પોરબંદર શહેરમાં સુદામા ચોક ખાતે રીક્ષા ડ્રાઇવરો તથા અન્ય વાહન ચાલકોને કાચા – પાકા લાયસન્સ તેમજ લર્નીગ લાયસન્સ બાબતે સેમિનાર યોજવામાં આવેલ તેમજ રોડ સેફ્ટી જન જાગ્રુતિ અંતર્ગત ટ્રાફિક અડચણ રૂપ વાહન પાર્ક ન કરવું, વધુ ઝડપથી વાહન ન ચલાવવું તેવી જાહેર જનતાને પણ સમજ કરવામાં આવી. ક.૧૬/૦૦ થી ક.૧૭/૦૦ સુધી પોરબંદર શહેરના ચોપાટી મેદાન ખાતે પતંગ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવેલ જેમાં રોડ સેફ્ટીના નિયમો દર્શાવતી અને ટ્રાફિક જાગ્રુતિ અંતર્ગત ટ્રાફિકના નિયમોનું પાલન કરવા પેમ્પલેટ ચોટાડી પતંગનું વિતરણ કરવામાં આવેલ. ક.૧૭/૩૦ થી ક.૨૦/૨૦ સુધી પોરબંદર શહેર ખાતે જુદા-જુદા ટ્રાફિક પોઇન્ટ ઉપર હેલ્મેટ, સીટબેલ્ટ, ચાલુ વાહને સેલફોન નો ઉપયોગ બાબતે વાહન ચેકિંગ હાથ ધરવામાં આવેલ.

(૩)             તા.૧૫/૦૧/૨૦૨૦ નાં રોજ ક.૦૯/૩૦ થી ક.૧૦/૩૦ સુધી પોરબંદર શહેરની નવયુગ વિદ્યાલય ખાતે ટ્રાફિક અવરનેસ કાર્યક્રમ રાખવામાં આવેલ. જેમાં નાની ઉમરનાં બાળકોએ ડ્રાઇવીંગ લાયસન્સ વગર વાહન ન ચલાવવું, ટ્રાફિક ના નિયમોનું સંપુર્ણ પાલન કરવું, ચાલું વાહને સેલફોન નો ઉપયોગ ન કરવો, વધુ ગતી થી  વાહન ન ચલાવવું તેમજ ટ્રાફિક નિયમ ભંગ બદલ નવા અમલમાં આવેલ સમાધાન શુલ્કની સમજણ આપવામાં આવેલ. ક.૧૧/૦૦ થી ક.૧૨/૩૦ સુધી પોરબંદર શહેરની ગોઢાણીયા કોલેજ ખાતે સ્કુલ વર્ધી/વાન/બસમાં બાળકોની સલામતી બાબતે એવરનેશ કાર્યક્રમ યોજવામાં આવેલ. જેમાં ગોઢાણીયા કોલેજમાં પ્રિન્સીપાલ શ્રી તથા શિક્ષક ગણ સાથે ૩૧૦ જેટલી વિધાર્થિની ઓએ ભાગ લીધેલ હતો. ક.૧૭/૦૦ થી ક.૧૮/૦૦ સુધી રાજકોટ હાઇવે રોડ ઉપર આર.ટી.ઓ. ઇન્સપેકટર તથા ટ્રાફિક શાખાના પો.સબ.ઇન્સ. શ્રી જી.બી.ગોહિલ તેમજ JCI ના હોદેદારો દ્રારા વાહનોના ફિટનેશ તેમજ વાહનોનું ચેકિંગ કેમ્પનું આયોજન કરવામાં આવેલ.

(૪)             તા.૧૬/૦૧/૨૦૨૦ નાં રોજ ક.૦૯/૩૦ થી ક.૧૧/૦૦ સુધી પોરબંદર શહેરના છાંયા વિસ્તારમાં આવેલ શ્રીમતી કે.બી.જોષી કન્યા વિદ્યાલય ખાતે માર્ગ સલામતી બાબતે વકૃત્વ સ્પર્ધા અને ક્વિઝ નુ આયોજન કરવામાં આવેલ. જેમાં કે.બી.જોષી કન્યા વિદ્યાલયની ૧૫૦ વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. ક.૧૧/૩૦ થી ક.૧૨/૩૦ સુધી આર્યકન્યા ગુરુકુળ મહિલા કોલેજ ખાતે માર્ગ પરના દિશા સુચક ચિન્હો બાબતે સેમિનાર યોજવામાં આવેલ હતો જેમાં ૧૩૦ વિદ્યાર્થીનીઓને દિશા સુચક ચિન્હોની સમજણ આપવામાં આવેલ. ક.૧૬/૩૦ થી ૧૭/૩૦ સુધી રાણાવાવ હાથી સિમેન્ટ ફેકટરી ખાતે RTO સાથે મોટર ડ્રાઇવીંગ સ્કુલના ટ્રેનરોને તેઓના એસોશીએશનના સહકારથી નિષ્ણાંતો દ્રારા તાલીમ આપવામાં આવેલ. આ કાર્યક્રમમાં ૬૫ જેટલા ડ્રાઇવરોને તાલીમ આપવામાં આવેલ.

(૫)           તા.૧૭/૦૧/૨૦૨૦નાં રોજ ક.૦૯/૩૦ થી ૧૦/૩૦ સુધી પોરબંદર શહેરની એમ.ઇ.એમ. ઇગ્લીશ મીડીયમ સ્કુલ ખાતે રોડ સેફટી મેળાનુ આયોજન કરવામાં આવેલ. તેમજ આ કાર્યક્રમમાં વાલીઓને હાજર રાખી ટ્રાફિકના નિયમો, ઓછી ઉમરના બાળકોને ડ્રાઇવીંગ બાબતે સમજ કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં RTO ઇન્સ્પેકટર, જે.સી.આઇ.ના હોદેદારો તથા ટ્રાફિક શાખાના કર્મચારીઓ હાજર રહેલ હતાં. ક.૧૬/૦૦ થી ૨૦/૦૦ સુધી ૩૧મું માર્ગ સલામતી સપ્તાહ સુદામાચોક ખાતે સમાપન કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. આ કાર્યક્રમમાં સમારંભના અધ્યક્ષ કલેકટર શ્રી ડી.એમ.મોદી, ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી જે.સી.કોઠીયા, એ.આર.ટી.ઓ ઇન્સ્પેકટ શ્રી બી.એમ.ચાવડા તેમજ જે.સી.આઇના સ્થાપક પ્રમુખ શ્રી લાખણશીભાઇ ગોરાણીયા તેમજ જે.સી.આઇના પ્રમુખ શ્રી તેજસભાઇ બાપોદરા હાજર રહેલ હતાં. આ કાર્યક્રમમાં માન.કલેકટર સાહેબએ હાજર જનતાને ટ્રાફિકના નિયમોનું સંપુર્ણ પાલન કરવા તેમજ માર્ગ અકસ્માત ઘટાડો થાય તે વિશે ઉપસ્થિત નાગરીકોને અપીલ કરવામાં આવેલ. તેમજ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી જે.સી.કોઠીયા સાહેબે ઉપસ્થિત નાગરિકોને જણાવેલ કે, ટ્રાફિક નિયમોનું સંપુર્ણ પણે અમલવારી કરવી તેમજ ટ્રાફિકના ગુન્હા ઓછા થાય, માર્ગ અકસ્માતમાં મુત્યું તેમજ ઇજા પામનારની સંખ્યામાં ઘટાડો થાય તેવા પ્રયત્નો કરવાની આપ સૌ નાગરિકોની ફરજ છે.

મુદ્દા નંબર ૫:- વૃદ્ધો મહીલા કે બાળકોની સુરક્ષા માટેની વિશીષ્ટ કામગીરીઃ-

(૧)             કમલાબાગ પો.સ્ટે. તા.૧૮/૦૧/૨૦૨૦ નાં રોજ સ્વામી નારાયણ સ્કુલના પ્રાથમીક શાળાના એસ.પી.સી.નાં ૪૪ બાળકોને પોલીસ સ્ટેશનની મુલાકાત લેવડાવી જેમાં બાળકોને પોલીસ સ્ટેશનનાં તમામ ટેબલોની કામગીરી તેમજ હથીયાર અંગે સમજ આપવામાં આવી તેમજ પો.ઇન્સ.શ્રી એસ.એમ.જાડેજા સાહેબે બાળકોને અસામાજીક પ્રવૃતીથી દુર રહેવા અંગે સમજ કરી.   

 

જે આપશ્રીને વિદિત થાય.

 

 

(જે.સી.કોઠીયા)

ઇ.ચા.ના.પો.અધિ.મુ.મ.

પોરબંદર