પોરબંદર જીલ્લાની અઠવાડીક તા.૧૭/૦૨/૨૦૨૦ થી તા.૨૩/૦૨/૨૦૨૦ સુધીની સારી કામગીરીની મુદ્દા નંબર ૧ થી ૬ ની માહિતી નીચે મુજબ છે.
મુદ્દા નંબર ૧:- જો જીલ્લા શહેર કક્ષાએ કોઇ ખોવાયેલ બાળકો માટે ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હોય કે અન્ય સારી કામગીરી માટે ઝુંબેશ ચલાવવામાં આવી હોયઃ-
(૧) કમલાબાગ પો.સ્ટે. જા.જોગ રજી.નં. ૧૫/૨૦ તા.૦૭/૦૨/૨૦૨૦ના કામે ગુમ થનાર દેવીકાબા ડો/ઓ દિલાવરસિંહ રણજીતસિંહ વાળા ઉ.વ.૧૯ રહે. સીદસર ગામ તા.જામજોધપુર જી.જામનગરને તા.૨૦/૦૨/૨૦ના રોજ કમલાબાગ પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ.શ્રી એસ.ડી.રાણાએ શોધી કાઢેલ છે.
મુદ્દા નંબર ૧:- લોકહીતના બાબતો જે લોકોને તુરતધ્યાન પર આવે તેવી બાબતોઃ-
(૧) કમલાબાગ પો.સ્ટે તા.૨૩/૦૨/૨૦૨૦ ના રોજ ઉર્મીબેન ડો/ઓ દિલીપભાઇ લખમણભાઇ ડાભી ઉં.વ.૧૯ રહે.છાંયા જમાતખાના વૈશાલી નગર પોરબંદર વાળી ગઈ તા.૨૩/૦૨/૨૦૨૦ ના સવારે કોઇને કહ્યા વગર પોતાના ઘરેથી જતી રહેલ જે બાબતે તેના માતાપીતાએ પો.સ્ટે.આવી જાણ કરતા PSI શ્રી એસ.ડી.રાણાએ મોબાઇલ લોકેશનનાં આધારે શોધી કાઢી તેમના માતાપીતાને સહી સલામત સોંપી આપેલ છે.
(૨) ઉદ્યોગનગર પો.સ્ટે ગઇ તા.૧૮/૦૨/૨૦૨૦ ના રોજ સવારના ક.૦૮/૧૫ વાગ્યે બોખીરા રીલાયન્સ પેટ્રોલપંપ પાછળ ગોકુલધામ સોસાયટીમાં રહેતો આર્યન રાજેશભાઇ રાઠોડ ઉ.વ.૧૦ વાળાને તેના મમ્મી ડીવાઇન સ્કુલએ મુકવા માટે જતા હતા દરમ્યાન રીલાયન્સ પેટ્રોલપંપ પાસે પહોંચતા આર્યન પોતાની મમ્મીનો હાથ છોડાવી ભાગી જતા તેના કુટુંબીજનો એ તેની શોધખોળ કરતા મળી આવેલ નહી. જેથી તેઓએ આ બાબતેની જાણ પોલીસ કંટ્રોલરૂમ ને ક.૧૦/૩૦ વાગ્યે કરતા ઉદ્યોગનગર પો.સ્ટે.ની પી.સી.આર. તથા ઉદ્યોગનગર પો.સ્ટે.ના ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ. શ્રી ડી.કે.ઝાલા તથા પો.કોન્સ. ભરતસિંહ કાળુભા તથા અન્ય પો.સ્ટાફએ સ્થળ પર જઇ તપાસ કરતા અને બાળકની શોધ ખોળ કરતા આર્યન રાજેશભાઇ રાઠોડ ક.૦૧/૦૦ વાગ્યાના સમયએ પોરબંદર રોકડીયા હનુમાન મંદીર ખાતે થી મળી આવતા આ બાળકને તેના પરીવાર ને સોંપવામાં આવેલ હતો.
જે આપશ્રીને વિદિત થાય.
(જે.સી.કોઠીયા)
ઇ.ચા.ના.પો.અધિ.મુ.મ.
પોરબંદર