પોલીસ અધિક્ષક, પોરબંદર
http://www.spporbandar.gujarat.gov.in

સારી કામગીરી

7/12/2025 4:44:58 PM

પોરબંદર જીલ્‍લાની અઠવાડીક તા.૧૬/૦૩/૨૦૨૦ થી તા.૨૨/૦૩/૨૦૨૦ સુધીની સારી કામગીરીની મુદ્દા નંબર ૧ થી ૬  ની માહિતી નીચે મુજબ છે.

મુદ્દા નંબર ૧:- જો જીલ્‍લા શહેર કક્ષાએ કોઇ ખોવાયેલ બાળકો માટે ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હોય કે અન્‍ય સારી કામગીરી માટે ઝુંબેશ ચલાવવામાં આવી હોયઃ-   

(૧)  કિર્તીમંદિર પો.સ્‍ટે જા.જોગ રજી.નં.૦૯/૨૦૨૦, તા.૪/૩/૨૦ ના કામે ગુમ થનાર જીતેન્દ્રભાઇ રત્નાભાઇ જુંગી ઉ.વ.૩૬ વર્ષ રહે. મીઠી  મસ્જીદ છવારા ખડકી ખારવાવાડ પોરબંદરનો તા.૧૮/૦૩/૨૦૨૦ના રોજ શોધી કાઢેલ છે.

(૨)  કિર્તીમંદિર પો.સ્‍ટે જા.જોગ રજી.નં.૧૨/૨૦૨૦, તા.૧૩/૦૩/૨૦ ના કામે ગુમ થનાર પ્રદિપભાઇ રાકેશભાઇ  શર્મા  ઉ.વ. ૩૩ રહે. બીરલા કોલોની ક્વાર્ટર નં.સી ૧૨૦ પોરબંદરને તા.૧૯/૦૩/૨૦૨૦ ના રોજ કિર્તીમંદીર પો.સ્ટે. ના ASI  આર.એલ.પરમારએ જયપુર રાજસ્થાનથી શોધી કાઢેલ છે.

 

મુદ્દા નંબર ૬:- લોકહીતના બાબતો જે લોકોને તુરંત ધ્યાન પર આવે તેવી બાબતો :-

(૧)      કમલાબાગ પો.સ્ટે તા.૧૯/૦૩/૨૦૨૦ ના ક.૧૭/૦૦ થી ક.૧૯/૦૦ સુધી કમલાબાગ વિસ્તારમાં રહેતા લોકોને કોરોના વાયરસ પ્રત્યે જાગૃતતા આવે તે માટે સીનીયર સીટીઝનો તથા નાના બાળકો અને યુવાઓને શુ-શુ કાળજી રાખવી તે બાબતે માહિતગાર કરેલ તથા આ વાયરસની ગંભીરતા સમજાવી અને આ બાબતે સાવચેતી રાખવા માહિતગાર કરેલ.

(૨)      કીર્તીમંદરી પો.સ્ટે તા.૧૯/૦૩/૨૦૨૦ ના ક.૧૫/૩૦ થી ક.૧૬/૦૦ સુધી ઠક્કર પ્લોટ તકીયામાં કોરોના વાયરસ અંગે અવરનેસ કાર્યક્રમ કરેલ. જેમાં સામાજીક ધાર્મિક પ્રશંગોમાં માણસોને ભેગા નહી કરવા બાબતે ની સમજ આપેલ. તેમજ કોરોના વાયરસની ગંભીરતા સમજાવી અને તકેદારી રાખવા માહિતગાર કરેલ. જેમા આશરે ૨૫ જેટાલા માણસો હાજર રહેલ.                    

             જે આપશ્રીને વિદિત થાય. 

 

(ભરત પટેલ)

ના.પો.અધિ.,મુખ્ય મથક

પોરબંદર