પોરબંદર જીલ્લાની અઠવાડીક તા.૨૪/૦૮/૨૦૨૦ થી તા.૩૦/૦૮/૨૦૨૦ સુધીની સારી કામગીરીની મુદ્દા નંબર ૧ થી ૬ ની માહિતી નીચે મુજબ છે.
મુદ્દા નંબર ૧:- લોકહીતના બાબતો જે લોકોને તુરતધ્યાન પર આવે તેવી બાબતો-
(૧) હાર્બર મરીન પો.સ્ટે. તા.૨૪/૦૮/૨૦૨૦ ના રોજ હાર્બર મરીન પો.સ્ટે.ના ઈ/ચા પોલીસ ઈન્સપેક્ટર આર.ડી.વાંદા તથા પોલીસ સ્ટાફના માણસો પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન જકાતનાકા પાસે એક પર્સ (પાકીટ) મળી આવેલ. જેમા આધાર કાર્ડ, ચુંટણી કાર્ડ, એ.ટી.એમ. કાર્ડ, ડ્રાઈવીંગ લાઈસન્સ તેમજ રોકડા રૂપીયા મળી આવેલ. જેમા લાઈસન્સમાં જણાવેલ નંબર પોકેટ કોપ મારફતે સર્ચ કરી તપાસ કરતા ઉપરોક્ત અસલ ડોક્યુમેન્ટ કારાભાઈ પુંજાભાઈ કારાવદરા રહે.ગાંધવી ગામ તા.કલ્યાણપુર જી.દેવભુમી દ્વારકા વાળા હોવાનુ જણાતા. તેઓના મોબાઈલ નંબર મેળવી સંપર્ક કરી બોલાવી ખરાઈ કરતા પાકીટ ઉપરોક્ત ઈસમનુ હોય. જે ખરાઈ કરી અસલ ડોક્યુમેન્ટ તથા રૂપીયા સાથે પર્સ સુપરત કરી સારી કામગીરી કરેલ.
જે આપશ્રીને વિદિત થાય.
(ભરત પટેલ)
ના.પો.અધિ.મુ.મ. અને
નોડલ ઓફીસર eGujcop
પોરબંદર