પોલીસ અધિક્ષક, પોરબંદર
http://www.spporbandar.gujarat.gov.in

સારી કામગીરી

7/7/2025 7:37:45 AM

પોરબંદર જીલ્‍લાની અઠવાડીક તા.૩૧/૦૮/૨૦૨૦ થી તા.૦૬/૦૯/૨૦૨૦ સુધીની સારી કામગીરીની મુદ્દા નંબર ૧ થી ૬  ની માહિતી નીચે મુજબ છે.

મુદ્દા નંબર ૧:- જો જીલ્‍લા શહેર કક્ષાએ કોઇ ખોવાયેલ બાળકો માટે ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હોય કે અન્‍ય સારી કામગીરી માટે ઝુંબેશ ચલાવવામાં આવી હોયઃ-    

(૧) મિયાણી મરીન પો.સ્ટે. જા.જોગ નં.૦૮/૨૦૨૦ તા.૩૦/૦૮/૨૦૨૦ અન્વયે ગુમ થનાર શાંતીબેન ઉર્ફે શાનુ ડો/ઓ સુધાભાઇ ઓડેદરા, ઉ.વ.૨૧, રહે. ભાવપરા ખાણના પાટીયા પાસે જી.પોરબંદર વાળીને તા.૦૧/૦૯/૨૦૨૦ ના રોજ પો.સબ.ઇન્સ.શ્રી, યુ.બી.અખેડ, મિયાણી મરીન પો.સ્ટે. નાએ પોરબંદરથી શોધી કાઢેલ છે.

(૨) કુતિયાણા પો.સ્ટે. ગુમ રજી. નં.૦૪/૨૦૧૦ તા.૧૭/૦૫/૨૦૧૦ ના રોજ ગુમ થનાર ભાવનાબેન ડો/ઓ કરશનભાઇ રાજાભાઇ કારાવદરા, ઉ.વ.૧૮, રહે. અમીપુર, તા.કુતિયાણા જી.પોરબંદર વાળીને તા.૦૩/૦૯/૨૦ ના રોજ પો.હેડ. કોન્સ., આર.આર.મારૂ, કુતિયાણાનાએ શ્યામનગર સુરતથી શોધી કાઢેલ છે.  

 

મુદ્દા નંબર ૬:- લોકહીતના બાબતો જે લોકોને તુરતધ્યાન પર આવે તેવી બાબતો-

(૧) ઉદ્યોગનગર પો.સ્ટે. તા.૦૪/૦૯/૨૦૨૦ ના રોજ પો.સ.ઈ શ્રી વાય.પી.પટેલ તથા પો.સ્ટાફ ના માણસો પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન કોલીખડા-આદીત્યાણા રોડ ચારણઆઈના મંદીર પાસે પહોંચતા એક ઈસમ પો.સ્ટાફના માણસોને જોઈને આડા-અવડો થવા જતા જેમનો તેમ રોકી મજકુર ગઈ તા.૦૩/૦૯/૨૦૨૦ ના રોજ દારૂ પીધેલ હાલતમાં વાહન ચલાવવાના કેસમાં પકડાયા બાદ જામીન મુક્ત થયેલ હોય. જેઓનુ નામ પ્રતાપ રામાભાઈ ખુંટી ઉ.વ.૩૯ રે.આદીત્યાણા દાદર સીમ વાડી વિસ્તાર તા.રાણાવાવ જી.પોરબંદર વાળાઓ હોય. જેને ચેક કરતા મજકુરે પહેરેલ પેન્ટના નેફામાં દેશી બનાવટનો તમંચો કી.રૂ.૨,૦૦૦/- તેમજ પેન્ટના ખીસ્સામાંથી કાર્ટીસ નંગ-૨ કી.રૂ.૨૦૦/- મળી કુલ રૂ.૨,૨૦૦/- નો મુદ્દામાલ મળી આવેલ અને મળી આવેલ કાર્ટીસ નંગ-૨ પોતાના માસીનો દીકરો લખુ હોથી કેશવાલા રે.વિસાવાડા વાળો આપી ગયેલ હોવાનુ પંચો રૂબરૂ જણાવતા બંને ઈસમો વિરૂધ્ધ ઉદ્યોગનગર પો.સ્ટે.માં હથીયાર ધારા ક.૨૫(૧-બી)એ, ૨૯ જી.પી.એકટ ક.૧૩૫ મુજબ ગુન્હો રજી. કરવામાં આવેલ.   

(૨) હાર્બર મરીન પો.સ્ટાફ દ્વારા મધ્યપ્રદેશ રાજ્યના જોબેટ થાણાના ગુન્હા રજી નં ૩૧૭/૨૦૨૦ આઇ.પી.સી.ક.૩૬૩ ના કામે અપહરણ થનાર સગીરા સંગીતા મુલસિંહ કનેશ તથા ગુ.ર.નં ૩૧૮/૨૦૨૦ આઇ.પી.સી.ક. ૩૬૩ મુજબના કામે અપહરણ થનારા સગીરા રેલમ જુવાનસિંહ કનેશ બંનેને આરોપીઓ કલમસિંહ બોદરસિંહ ભચડીયા તથા જીતેન્દ્ર નાદરસિંહ ડુડેવ રહે.બંને મધ્યપ્રદેશ વાળાઓ ભગાડીને પોરબંદર જીલ્લાના કુછડી ગામે લાવેલ હોય જે હકીકત આધારે મધ્યપ્રદેશ પોલીસ દ્વારા તે આરોપીઓની તપાસ માટે હાર્બર મરીન પો.સ્ટે.ની મદદ માટે રીપોર્ટ આપતા હાર્બર મરીન પો.સ્ટેના ઇ/ચા પો.ઇન્સ આર.ડી.વાંદાના માર્ગદર્શન મુજબ તા.૦૬/૦૯/૨૦૨૦ ના રોજ ડી-સ્ટાફ ના એ.એસ.આઇ, એ.એ.આરબ, પો.હેડ.કોન્સ. કે.આર.ગોરાણીયા, કે.બી.ઓડેદરા તથા પો.કોન્સ. પરેશભાઇ ભીમશીભાઇ, રાજુભાઇ દેવશીભાઇએ રીતેના ટીમ વર્કથી અપહરણ થયેલ સગીરા ઓની તપાસમાં હતા. તે દરમ્યાન એ.એસ.આઇ એ.એ.આરબ, પો.હેડ.કોન્સ. કે.આર.ગોરાણીયાને મળેલ સંયુક્ત હકીકત આધારે ઉપરોક્ત બંને સગીરાઓ કુછડી ગામની સીમમાં હોવાની ચોક્કસ હકીકત મળતા . જે આધારે તપાસ કરતા અપહરણ થનાર ઉપરોક્ત બંને સગીરાઓ તથા શકમંદ બંને ઇસમો રીણાવાડા પાટીયા પાસે મોરા સીમમાંથી મળી આવેલ હોય. જેથી તેઓને મધ્યપ્રદેશ પોલીસને સોપી આપી ઉત્કૃષ્ટ કામગીરી  કરેલ છે.

જે આપશ્રીને વિદિત થાય.

 

(જે.સી.કોઠીયા)

ઇ.ચા.ના.પો.અધિ.મુ.મ. અને

નોડલ ઓફીસર  eGujcop

પોરબંદર