પોલીસ અધિક્ષક, પોરબંદર
http://www.spporbandar.gujarat.gov.in

પ્રત્યેક સંસ્થાને ફાળવાયેલ અંદાજપત્ર

7/1/2025 3:01:35 PM

 

વિભાગના પ્લાન/અંદાજપત્રને લગતી વિગતો

પ્રત્‍યેક સંસથાને ફાળવાયેલ અંદાજપત્ર              

  • તમામ યોજનાઓ, સૂચિત ખર્ચ અને કરેલ ચૂકવણી અંગે અહેવાલોની વિગતો
  • વિકાસ, નિર્માણ અને તકનિકી કાર્યો અંગે જવાબદાર જાહેરતંત્ર માટે

1 જુદી જુદી યોજનાઓ અન્વયે જુદી જુદી પ્રવૃત્તિઓ માટે અંદાજપત્રની વિગતોની માહીતી નીચેના નમુનામાં આપો.

પોરબંદર જિલ્લામાં નીચે મુજબના થનાર ખર્ચ માટે સને-ર૦૨૫-૨૬ના વાર્ષિક અંદાજપત્રમાં અંદાજે રૂ.૧૬૯.૧૩/-લાખની જોગવાઈ કરવામાં આવી છે

પગાર ભથ્થાઃ પોરબંદર જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ અધિકારી/કર્મચારીઓને ચૂકવવામાં આવતાં પગાર ભથ્થાં વગેરે પાછળ થનાર ખર્ચ અંદાજે રૂ. ૧૦૨.૧૪/- લાખ વાર્ષિક અંદાજપત્રમાં જોગવાઈ કરવામાં આવી છે

એમ. ટી. સેક્શનઃ પોરબંદર જિલ્લામાં પોલીસ હેડ ક્વાર્ટર ખાતે એમ. ટી. સેક્શનમાં રહેલાં પોલીસ વાહનોની સ્પેરપાર્ટ ખરીદી/ રિપેરિંગ વગેરે પાછળ થનાર ખર્ચ અદાંજે રૂ. ૦૨.૧૯/- લાખની વાર્ષિક અંદાજપત્રમાં જોગવાઈ કરવામાં આવી છે.

યંત્રસામગ્રીઃ પોરબંદર જિલ્લામાં પોલીસ વાયરલેસ વિભાગ તેમ જ કોમ્પ્યુટર વિભાગ, ઝેરોક્ષ/ફેક્સ મશીનો વગેરે જેવી યંત્રસામગ્રી વગેરે પાછળ થનાર ખર્ચ અદાંજે રૂ. ૧.૯૫/- લાખની વાર્ષિક અંદાજપત્રમાં જોગવાઈ કરવામાં આવે છે.

કચેરી ખર્ચઃ પોરબંદર જિલ્લામાં ટેલીફોન, વિજળી બિલ, કલોધિંગ, સંયુક્ત દરિયાઈ પેટ્રોલિંગ, હોમગાર્ડ, વેતન વગેરે કચેરી ખર્ચ પાછળ થનાર ખર્ચ અદાંજે રૂ. ૦૨.૨૬/-લાખની વાર્ષિક અંદાજપત્રમાં જોગવાઈ કરવામાં આવે છે.

માલસામાન પુરવઠોઃ પોરબંદર જિલ્લામાં આવેલા માઉન્ટેડ વિભાગ/ડોગ વિભાગના રાશન/ખાદ્ય સામગ્રી વગેરે પાછળ થનાર ખર્ચ અદાંજે રૂ. ૩૦/-લાખની વાર્ષિક અંદાજપત્રમાં જોગવાઈ કરવામાં આવે છે.

વર્ષ૨૦૨૫૨૦૨૬ નાં બજેટના લક્ષ્ય અને હેતુઑ :-

વર્ષ- ૨૦૨૪૨૦૨૫ ના કુલ રકમ રૂ. ૯૩૮૨૬૦૦૦૦/- ના બજેટ સામે અત્યાર સુધી એટલે કે તા.૩૧/0૩/૨૦૨૫ સુધી માં ૬૩૯૭૦૦૦૦૦/- નો ખર્ચ થયેલ છે.

આ બજેટમાં ૧૨૧૨ ના મહેકમનૉ તેમજ ૧૬૮ વાહનૉની જાળવણીનૉ અને હૉમગાર્ડઝ/ બૉર્ડરવીંગ,દરિયાઈ પેટ્રૉલીંગ ખર્ચ વગેરેનૉ સમાવેશ કરવામાં આવેલ છે, છતાં પણ સરકારશ્રીની કરકસરયુકત નિતિનૉ ચૉકસાઈ પૂર્વક ઘ્યાન રાખવામાં આવી રહેલ છે, અને બિનજરૂરી ખર્ચા સંપૂર્ણપણે ટાળવામાં આવી રહેલ છે.