|
પોરબંદર પોલીસ દ્રારા તા.૩૦/૧૨/૨૦૧૩ થી તા.૦૫/૦૧/૨૦૧૪ દરમ્યાન કરવામાં આવેલ સારી કામગીરી
મુદ્દા નંબર ૧:- જો જીલ્લા શહેર કક્ષાએ કોઇ ખોવાયેલ બાળકો માટે ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હોય કે અન્ય સારી કામગીરી માટે ઝુંબેશ ચલાવવામાં આવી હોય
માધવપુર પો.સ્ટે. ગુમ રજી નં.૨/૨૦૧૩ તા.૨૪/૧૨/૨૦૧૩ના કામે ગુમ થયેલ કિરણબેન વા/ઓ કલ્પેશ હરીશભાઇ કરગઠીયા ઉ.વ.૨૫ રહે.માધવપુર વાળી તા.૨૨/૧૨/૨૦૧૩ના રોજ ગુમ થયેલ હતી અને તા.૩૦/૧૨/૨૦૧૩ના રોજ તેણીની લાશ માધવપુર દરિયા કિનારે દાટેલ મળી આવેલ હોય જે અંગે માધવપુર પો.સ્ટે. ગુ.ર.નં.I ૩૨/૨૦૧૩ IPC ક.૩૦૨,૨૦૧ મુજબનો ગુન્હો દાખલ થયેલ અને ગુમ થનારને ગળે ટુપો દઇ તેના પતિ તથા અન્ય બે વ્યકિતએ ખુન કરેલ હોય જે પો.ઇન્સ.શ્રી જી.એ.સરવૈયા, એલ.સી.બી, શાખા તથા એલ.સી.બી સ્ટાફ પોરબંદરનાઓએ તથા પો.સબ.ઇન્સ.શ્રી વી.આર.પટેલ, માધવપુર પો.સ્ટે.નાઓએ શોધી કાઢેલ છે.
|
|