પોરબંદર જીલ્લાની અઠવાડીક તા.૨૩/૧૨/૨૦૧૯ થી તા.૨૯/૧૨/૨૦૧૯ સુધીની સારી કામગીરીની મુદ્દા નંબર ૧ થી ૬ ની માહિતી નીચે મુજબ છે.
મુદ્દા નંબર ૧:- જો જીલ્લા શહેર કક્ષાએ કોઇ ખોવાયેલ બાળકો માટે ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હોય કે અન્ય સારી કામગીરી માટે ઝુંબેશ ચલાવવામાં આવી હોય
(૧) કુતિયાણા પો.સ્ટે. ગુ.ર.નં. ફર્સ્ટ ૫૬/૧૯ તા.૨૪/૧૨/૨૦૧૯ ના કામે અપહરણ થનાર નીતાબેન D/O સુકાજી ઓડેદરા ઉ.વ.૧૬ વર્ષ ૧૦ માસ ૧ દિવસ રહે. હામદપરા મોદરીયા પાટી સીમ જી.પોરબંદર વાળીને રાણાવાવ સી.પી.આઇ.શ્રી જે.બી.કરમુર તથા સ્ટાફના માણસોએ તા.૨૭/૧૨/૨૦૧૯નાં રોજ સાજડીયારી ગામ તા.ભાણવડ જી.દેવભુમીદ્વારકાથી ભોગબનનાર તથા આરોપી રામ વિરમભાઇ મોઢવાડીયા ઉ.વ.૨૩ રહે.સાજડીયારી ગામ તા.ભાણવડ જી.દેવભુમીદ્વારકા બન્ને શોધી કાઢેલ છે.
મુદ્દા નંબર ૨:- શાળા કોલેજોમાં ટ્રાફિક અવરનેશ પોગ્રામ
(૧) તા.૨૮/૧૨/૨૦૧૯ના ક.૧૬/૩૦ થી તા.૧૭/૧૫ સુધી પો.સબ.ઇન્સ.શ્રી ડી.કે.ઝાલા તથા પો.સબ.ઇન્સ.શ્રી જે.ડી.દેસાઇ દ્વારા વી.જે.મોઢા કોલેજનાં વિદ્યાર્થીઓને મોબાઇલ/મીડીયા અવેરનેશ પ્રોગ્રામમાં વિદ્યાર્થીઓને વોટ્સઅપ અને ફેશબુકના ઉપયોગ વિશે માહિતી આપી તેમજ વોટ્સઅપ અને ફેશબુક મીડીયા દ્વારા સાયબર ક્રાઇમના બનતા ગુન્હાઓ વિશે માહિતગાર કરેલ.
મુદ્દા નંબર ૬:- અન્ય લોકહિતની બાબતો જે લોકોના તુરંત જ ધ્યાન પર આવે તેવી બાબત વિગેરેઃ-
(૧) તા.૨૯/૧૨/૨૦૧૯નાં રોજ ઉદ્યોગનગર પો.સ્ટે. વિસ્તારમાં આવેલ મહીલા બુટલેગરોને પોલીસ સ્ટેશન ખાતે હાજર રખાવી તેમજ સામાજીક આગેવાન ચેતનાબેન ઠક્કર તથા અન્ય મહીલા આગેવાનોની હાજરીમાં મહીલા બુટલેગરોને દારૂનો ધંધો કરવાથી થતા ગેરલાભો જણાવવામાં આવેલ અને તેઓને દારૂનો ધંધો છોડી પુનર્વસન કરવા માટે મદદરૂપ થવા તમામ પ્રયાસો કરીશુ તેવુ આશ્વાસન આપવામાં આવેલ. તથા સ્વૈચ્છીક સંસ્થાઓની મદદ માટે મહીલા આગેવાનો સાથે સંકલન કરવાની કાર્યવાહી કરવામાં આવી.
જે આપશ્રીને વિદિત થાય.
(જે.સી.કોઠીયા)
ઇ.ચા.ના.પો.અધિ.મુ.મ.
પોરબંદર
|