હું શોધું છું

હોમ  |

સીટ બેલ્‍ટ
Rating :  Star Star Star Star Star   

સેન્ટ્રલ મોટર વ્હીકલ્સ રુલ્સ-૧૯૮૯ નાં નિયમ-૧૩૮ (૩)ની જોગવાઇ મુજબ જે મોટર વાહનોમાં નિયમ-૧૨૫ પ્રમાણે સીટબેલ્ટ ફિટ કરવામાં આવેલ છે. તે વાહનોનાં કિસ્સામાં વાહન જયારે ગતીમાં હોય ત્યારે વાહન ચાલકો તથા વાહનની આગળની સીટ ઉપર બેઠેલ વ્યકિત અથવા આગળ તરફનાં મોઢે ફિટ કરેલ પાછલી સીટોમાં બેઠેલ વ્યકિતએ ફરજીયાત સીટબેલ્ટ પહેરવા પડશે.

સીટ બેલ્ટ બાબતે કાયદાકીય સ્થિતિ, અમલીકરણની વિગતો

 

ભારત સરકારના રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રાલય દ્વારા જી.એસ.આર.(ઇ) તારીખ ૨૬-૩-૧૯૯૩થી થ્રી વ્હીલર અને મોટર સાયકલ સિવાયનાં, ૫૦૦ સી.સી.થી. વધુ નહિં તેવી એન્જીન ક્ષમતા ધરાવતા વાહનો માટે ઉત્પાદક માટે ડ્રાઇવર તથા તેની સાથે પ્રથમ સીટ પર બેઠેલા મુસાફર માટે સીટ બેલ્ટની ગોઠવણ કરવાનું ફરજીયાત કરવામાં આવ્યું. આ જોગવાઇ સેન્ટ્રલ મોટર વ્હીકલ્સ રુલ્સના નિયમ-૧૨૫ના પેટા નિયમ-૧માં કરવામાં આવેલ છે. તદ્દઉપરાંત GSR૨૧૪.ઇ. તા.૧૮-૩-૧૯૯૯ તથા જી.એસ.આર. ૬૯૯ ઇ તારીખ ૧૦-૧૦-૨૦૦૨થી ચાલું વાહને ડ્રાઇવર તથા પ્રથમ સીટમાં બેઠેલા વ્યકિત તથા ફ્રન્ટફેસીંગ રીઅર સીટમાં બેઠેલા વ્યકિત માટે સીટબેલ્ટ પહેરવાનો ફરજીયાત બનાવવામાં આવ્યું.

    નામદાર સુપ્રિમકોર્ટ, રીટીપીટીશન (સીવીલ) નંબર-૧૩૦૨૯/૧૯૮૫માં તારીખ ૧૪-૧૨-૨૦૦૧ના રોજ આપેલાં વચગાળાનાં આદેશથી મોટર વ્હીકલ ચાલું હોય ત્યોર તેના ડ્રાઇવર અને આગળની સીટમાં બેઠેલા વ્યકિતઓએ સીટબેલ્ટ પહેરવાનાં નિયમનો અમલ કરવા માટે દરેક રાજયનાં ચીફ સેક્રેટરીશ્રીઓને ડાયરેકશન આપ્યા.

    સદર ડાયરેકશનનો અમલ કરવા સરકારશ્રી દ્વારા મળેલ સૂચના અનુસાર તમામ આર.ટી.ઓ./ એ.આર.ટી.ઓ.ને તથા પોલીસ કમિશ્નરશ્રીઓ અને જીલ્લા પોલીસ અધિક્ષકશ્રીઓને વા.વ્ય.કમિ.શ્રી તરફથી એમ.વી.પી./સી.એમ.વી.આર. ૧૨૫/૧૮૪ તારીખ ૧૭-૧-૨૦૦૨ના પરિપત્રથી સૂચના આપી સીટબેલ્ટ સંબંધે ચુસ્ત અમલ વારી કરવા અને વર્તમાન પત્રોમાં બહોળી પ્રસિધ્ધિ આપવા જણાવવામાં આવ્યું, અને તે રીતે વા.વ્ય.કમિ.શ્રી તરફથી પણ વર્તમાનપત્રમાં જાહેરાત આપવામાં આવેલ.

    સીટબેલ્ટ ન પહેરવાની જોગવાઇનાં ભંગ બદલ મોટર વ્હીકલ્સ એકટ, ૧૯૮૮ની કલમ-૧૭૭ હેઠળ શિક્ષાનેપાત્ર ગુનો બને છે. જેમાં પ્રથમ ગુના માટે રૂપિયા ૧૦૦/- અને બીજા અથવા પછીનાં ગુના માટે રૂપિયા ૩૦૦/- સુધીનો દંડ કરવાની સત્તા નામદાર જે.એમ.એફ.સી. કોર્ટને આપવામાં આવેલ છે. આ ગુન્હો માંડવાળ થઇ શકે તેવો છે. જેને માંડવાળ કરવા માટેની સત્તા આસી. મોટર વ્‍હીકલ ઇન્સ્પેકટર કે તેથી ઉપલા દરજજાના અધિકારીને આપવામાં આવેલ છે. જેની ફી રૂપિયા ૧૦૦/- છે. સદર ગુન્હો માંડવાળ કરવાની (સ્પોટ ફાઇન) કરવાની સત્તા પોલીસને નથી, પરંતુ તે સત્તા પોલીસને આપવાની બાબત સરકારશ્રીમાં ઉચ્ચ કક્ષાએ સક્રીય વિચારણામાં છે.

 

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટZ
સીનીયર સિટીઝન
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર     |     પ્રતિભાવ

Last updated on 20-07-2012