|
સરકારશ્રી દ્વારા સનેઃર૦૦૬ના વર્ષને પ્રવાસન વર્ષ તરીકે ઊજવવામાં આવેલ હતુ. વર્ષ દરમિયાન રાજ્યમાં ઐતિહાસિક, પ્રવાસકીય અને પરંપરાગત મહત્વ ધરાવતાં વિવિધ સ્થળોએ વિવિધ ઉત્સવ અને તહેવારોની આગવી રીતે ઉજવણીનું આયોજન કરી દેશ-વિદેશથી યાત્રીઓ/પ્રવાસીઓને રાજ્યની મુલાકાત લેવા આમંત્રણ અને આકર્ષણ ઊભું કરવાનું ભગીરથ આયોજન થયેલ હતું આ પાછળનો ઉદ્દેશ રાજ્યનો સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસો વિશ્વ સમક્ષ મૂકી, વધુમાં વધુ પ્રવાસીઓને આકર્ષિત કરી પ્રવાસન વિકાસના માઘ્યમથી રાજ્યના ખૂણેખૂણામાં રોજગારીની તકો વધારી હસ્તકળા, કુટિર ઉઘોગો અને પ્રવાસન ઉઘોગ વગેરેને પ્રોત્સાહિત કરવાનો છે. આ સમગ્ર આયોજનમાં યાત્રિકો/પ્રવાસીઓની સુરક્ષા વ્યવસ્થાની ઉત્તમ સ્થિતિનો અહેસાસ થાય અને રાજ્યના કોઈ પણ ખૂણે યાત્રી/ પ્રવાસીને ટેક્સીચાલક, રિક્ષાચાલક, ફેરિયા, હોટેલ માલિક અને પ્રવાસન ઉઘોગ સંલગ્ન દલાલો, ભિખારીખો કે અસામાજિક તત્વો દ્વારા કોઈ પણ જાતની ગુનાખોરી કે અભદ્ર વર્તનનો પણ અનુભવ ન થાય તે માટે જરૂરી તમામ પગલાં ભરી દરેક અગત્યનાં પ્રવાસન સ્થળો પર પ્રવાસીઓને મદદરૂપ થાય તે માટે હિન્દી અને અંગ્રેજી ભાષાના જાણકાર તેમજ ખાસ તાલીમ પામેલ "ટુરીઝમ પોલીસ"ની પણ પોલીસ વિભાગ મારફત વ્યવસ્થા કરવામાં આવનાર હતી. ટુરીઝમ પોલીસ પ્રવાસીની મુલાકાત સલામત, સુખદાયક અને આનંદજનક બની રહે તે માટે કાર્યરત રહેલ, તેથી અત્રેના જિલ્લામાંથી દસ પોલીસ કર્મચારીઓ ટુરીઝમ માટેની વડોદરા ખાતે તાલીમ લઈ આવેલ છે.તેમજ પ્રવાસીઓની મુલાકાત આનંદીત બની રહે તે માટે અત્રેના ટુરીસ્ટ બંગલા પોરબંદર ખાતે સર્વિસ પ્રોવાઇડરની વઘુ તાલીમ આપેલ છે.
વિદેશી પ્રવાશીઓની સુરક્ષા અને સલામતી માટે પોરબંદર જીલ્લાના નોડલ અધિકારીશ્રીની વિગતઃ-
ઓફીસરનું નામ
|
સુ. શ્રી ઋતુ રાબા
|

|
હોદ્દો
|
નાયબ પોલીસ અધિક્ષક, મુખ્ય મથક
|
સરનામું
|
પોલીસ અધિક્ષકશ્રીની કચેરી વાડીયા રોડ, પોરબંદર ગુજરાત, ભારત
|
ફોન
|
૦૨૮૬-૨૨૪૦૯૫૭
|
મોબાઇલ
|
૯૯૦૯૦૩૬૭૩૬
|
ફેકસ
|
૦૨૮૬-૨૨૪૩૦૧૫
|
ઇ-મેઇલ
|
dysphq-sp-por@gujarat.gov.in
|
|
|