હું શોધું છું

હોમ  |

પોલીસનો ઈતિહાસ
Rating :  Star Star Star Star Star   

પોરબંદર પોલીસ જિલ્લો અગાઉ જૂનાગઢ જિલ્લા સાથે સંકળાયેલો હતો. ત્યાર બાદ ગૃહવિભાગ ગાંધીનગરના નોટિફિકેશન નં. પીઓએસ/૧૮૭પ/૬૧૭પ/સી તા.રર/૬/૧૯૭૮થી એડિશનલ ડીએસપીની જગ્યા મંજૂર કરવામાં આવી હતી અને ત્યાર બાદ પોરબંદર પોલીસને સ્વતંત્ર જિલ્લા તરીકે સને-૧૯૮૪માં ગૃહવિભાગ, ગાંધીનગરના ઠરાવ ક્રમાંકઃમહક/૧૮૮૧/એમએલએ/૧૬પ/સીથી સ્વતંત્ર પોલીસ જિલ્લો જાહેર કરવામાં આવી ત્યારથી પોરબંદર સ્વતંત્ર પોલીસ જિલ્લા તરીકે કાર્યરત છે જે તે વખતે પોરબંદર જિલ્લામાં એક જ ડિવિઝન વિભાગીય પોલીસ અધિકારી પોરબંદર શહેર હતું, જેની નીચે બે સીપીઆઇ (૧) પોરબંદર સીપીઆઇ (ર) રાણાવાવ સીપીઆઈ અને સાત પોલીસ સ્ટેશન (૧) એ. ડિવિઝન (ર) બી ડિવિઝન (૩) રાણાવાવ (૪) બગવદર (પ) ઉદ્યોગનગર (૬) કુતિયાણા (૭) માધવપુર વિભાગીય પોલીસ અધિકારી શહેર નીચે કાર્યરત હતાં તેમ જ જ્યારે પોરબંદર પોલીસ જિલ્લો હતો ત્યારે હોમ પોલીસ ઇન્સ્પેક્ટરની જગ્યા હતી, પરંતુ રેવન્યુ જિલ્લો થતાં આ જગ્યા રદ કરી નાયબ પોલીસ અધીક્ષકશ્રી મુખ્ય મથકની જગ્યા ઉપસ્થિત કરવામાં આવી છે. ત્યાર બાદ ગૃહવિભાગ, ગાંધીનગરના ઠરાવ ક્રમાંક મહક/૧૦૯૮/૪૯૭૮/સ તા.૯/૬/ર૦૦૦થી પોરબંદર જિલ્લાને બે ડિવિઝનમાં વહેંચવામાં આવ્યો અને પોરબંદરની સીપીઆઇની પોસ્ટ રદ કરવામાં આવી તેમ જ એ ડિવિઝન પોલીસ સ્ટેશનનું નામ બદલી કીર્તિમંદિર પોલીસ સ્ટેશન કરવામાં આવ્યું અને બી ડિવિઝન પોલીસ સ્ટેશનનું નામ બદલી કમલાબાગ પોલીસ સ્ટેશન કરવામાં આવ્યું. આ બે ડિવિઝનમાં (૧) નાયબ પોલીસ અધીક્ષકશ્રી, પોરબંદર શહેર ડિવિઝન, પોરબંદર શહેર ડિવિઝનમાં બે પોલીસ સ્ટેશન કીર્તિમંદિર અને કમલાબાગ પોલીસ સ્ટેશનનો સમાવેશ કરવામાં આવ્યો તેમજ (ર) નાયબ પોલીસ અધીક્ષકશ્રી, પોરબંદર ગ્રામ્ય ડિવિઝન, ગ્રામ્ય ડિવિઝનમાં ગ્રામ્ય વિસ્તારનાં છ પોલીસ સ્ટેશન બગવદર, ઉદ્યોગનગર, રાણાવાવ, કુતિયાણા, માધવપુર અને નવીબંદર મરીન  પોલીસ સ્ટેશનનો સમાવેશ કરવામાં આવ્યો.

        હાલ પોરબંદર શહેર ડીવીઝનમાં (૧)કીર્તિમંદિર પોલીસ સ્ટેશન (ર)કમલાબાગ પોલીસ સ્ટેશન (૩)હાર્બર મરીન પોલીસ સ્ટેશન (૪)મહિલા પોલીસ સ્ટેશન (પ)ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન મળી કુલ પ(પાંચ) પો.સ્ટે.નો સમાવેશ કરવામાં આવેલ છે.

જયારે પોરબંદર ગ્રામ્ય ડીવીઝનમાં (૧)કુતિયાણા પોલીસ સ્ટેશન (ર)રાણાવાવ પોલીસ સ્ટેશન (૩)બગવદર પોલીસ સ્ટેશન (૪)માધવપુર પોલીસ સ્ટેશન (પ)નવીબંદર મરીન પોલીસ સ્ટેશન તથા (૬)મિયાણી મરીન પોલીસ સ્ટેશન મળી કુલ-૬(છ) પોલીસ સ્ટેશનનો સમાવેશ કરવામાં આવેલ છે

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટZ
સીનીયર સિટીઝન
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર     |     પ્રતિભાવ

Last updated on 30-03-2017