|
નાગરિક અધિકારપત્ર શા માટે ?
-
જડ અને સંવેદનશીલ તંત્રની કાર્યદક્ષતા અને
શુદ્ધતા માટે નાગરિક સભાન બનવો જોઈએ.
જાગ્રત લોકો જ પારદર્શક અને શુદ્ધ વહીવટના સંત્રી છે. તંત્ર જવાબદાર અને પારદર્શક ત્યારે બને, જયારે લોકોને તંત્રની કાર્યવિધિની જાણકારી હોય. ન્યાયપૂર્ણ વ્યવહાર અને નિષ્ઠા દ્વારા તંત્ર નાગરિકોમાં વિશ્વાસ પ્રગટાવી શકે છે. લોકજાગૃતિ દ્વારા, લોકભાગીદારી મેળવીને ગુનાઓને નિવારી શકાય છે.
પોલીસ શી શી સેવાઓ આપે છે.
-
કાયદો અને વ્યવસ્થા
તેમ જ જાહેર વ્યવસ્થાની જાળવણી કરે છે, ગુનાઓ અટકાવવાની તથા શોધવાની ગુનાઓ નોધવાની, તપાસવાની, આરોપીને અટક કરવાની અને તેમની સામે કામ ચલાવવાની કાર્યવાહી કરે છે. વ્યવસ્થિત લોકોને તરત રક્ષણ આપે છે. પૂર, વાવાઝોડું, આગ, ઘરતીકંપ, રોગચારો જેવી કુદરતી ધટનાઓ તથા બીજી આફતો વેળાએ પબ્લિકને મદદ કરવાની.
લોકો પોલીસનો સંપર્ક કઈ રીતે કરી શકે.
|
|
Page 1 [2] [3] |