|
નાગરીકોને સંદેશ
પોરબંદર જિલ્લો ૧૦૬ કિ.મી.નો લાંબી દરિયાઈ પટ્ટી ધરાવતો સૌરાષ્ટ્રનો અગત્યનો જિલ્લો છે. જે મૂળ માધવપુરથી મિયાંણી સુધી પથરાયેલો છે. પોરબંદર જિલ્લાની ભારતીય જળ સીમા પાકિસ્તાનની જળસીમાથી નજીક હોવાના નાતે પોરબંદરની દરિયાઈ પટ્ટી આંતરિક સલામતી માટે પણ વધુ અગત્ય ધરાવે છે.
પોરબંદર જિલ્લાની પોલીસ દ્રઢ નિશ્ચય અને અથાગ પુરુષાર્થથી પ્રજાના જાનમાલના રક્ષણ માટે તેમ જ સલામતી અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે સતત સક્રિય છે, રાતદિવસ જોયા વિના પોલીસદળના જવાનો જિલ્લાની આંતરિક સુરક્ષાની જવાબદારી નિભાવી રહ્યાં છે, જેના પરિણામે પોરબંદરમાં સુખ-શાંતિનું વાતાવરણ જળવાઈ રહ્યું છે.પોરબંદર જિલ્લાની પોલીસ કટોકટીના સમયે હંમેશાં અડીખમ ઊભા રહી પોતાનું યોગદાન આપે છે. જિલ્લા પોલીસની તમામ કામગીરી આ ઘ્યેયને દ્રષ્ટિમાં રાખીને કરવામાં આવે છે. પોરબંદર જિલ્લામાં, છેલ્લા દાયકાની સરખામણીમાં, ગુનાખોરીનું પ્રમાણ ઘટવામાં છે, પોરબંદર જિલ્લામાં ગુનાખોરીનું પ્રમાણ ઘટે અને નાગરિકો નિર્ભય, નિશ્ચિંત બની શકે એ માટેના અમારા પ્રયાસોમાં અમે આપનો સહકાર ઇચ્છીએ છીએ. આ વેબસાઇટથી જિલ્લા પોલીસ અને નાગરિકોને પરસ્પર નજીક લાવવાનો એક સંનિષ્ઠ પ્રયાસ છે.
પોલીસ અધિક્ષક,
પોરબંદર
|
|