|
પોરબંદર જીલ્લાની અઠવાડીક તા.૧૮/૧૧/૨૦૧૯ થી તા.૨૪/૧૧/૨૦૧૯ સુધીની સારી કામગીરીની મુદ્દા નંબર ૧ થી ૬ ની માહિતી નીચે મુજબ છે.
મુદ્દા નંબર ૧:- ટ્રાફીક અંગેના કાર્યક્રમ હાથ ધરવામાં આવેલ હોય
(૧) તા.૧૮/૧૧/૨૦૧૯ ના રોજ વલ્ડ ડે ઓફ રીમેમ્બરન્સ તરીકે ઉજવવામાં આવે છે. જેમાં ક.૦૯/૩૦ થી ક.૧૦/૩૦ સુધી નવયુગ વિધાલય પોરબંદરના વિદ્યાર્થી ગણ તથા આચાર્ય તેમજ શિક્ષણ સ્ટાફ સાથે મળી ટ્રાફિકના નિયમોનું માર્ગદર્શન આપેલ તથા ક.૧૧/૦૦ થી ક.૧૧/૩૦ સુધી આઇ.ટી.આઇ વનાણા ખાતે ટ્રાફિક અવેરનેશ કાર્યક્રમ કરેલ જેમાં તમામ વલ્ડ ડે ઓફ રીમેમ્બરન્સ અંગે જાણકારી આપવામાં આવેલ અને ટ્રાફિક નિયમોનું પણ માર્ગદર્શન આપવામાં આવેલ તથા ક.૧૨/૦૦ થી ક.૧૨/૩૦ સુધી ત્રણ માઇલ પાસે આર.ટી.ઓ અધિકારીશ્રી પરીખ સાહેબ તથા સ્ટાફ સાથે મળીને વાહન ચાલકો કે જેઓએ હેલ્મેટ પહેરેલ, શીટબેલ્ટ બાંધેલ હોય તેઓને ફુલ આપી સન્માન કરેલ અને જે વાહન ચાલકોએ ટ્રાફિક નિયમનું પાલન કરેલ ન હોય, તેઓને ટ્રાફિક નિયમો અંગે માર્ગદર્શન આપી ટ્રાફિક નિયમોનું પાલન કરવા અંગે જાણકારી આપવામાં આવેલ તેમજ ક.૦૭/૩૦ થી ક.૨૦/૦૦ સુધી ટ્રાફિક ઓફિસ ખાતે પો.સ.ઇ.શ્રી જી.બી.ગોહિલ સાહેબ તથા ટ્રાફિક પોલીસ સ્ટાફ તેમજ ટ્રાફિક બ્રિગેડ સ્ટાફ સાથે મળીને વલ્ડ ડે ઓફ રીમેમ્બરન્સ ના કાર્યક્રમમાં કેન્ડલ પ્રગટાવીને બે મીનીટનું મોન રાખી આ કાર્યક્રમની પુર્ણાહુતિ કરવામાં આવેલ હતી.
જે આપશ્રીને વિદિત થાય.
(જે.સી.કોઠીયા)
ઇ.ચા.ના.પો.અધિ.મુ.મ.
પોરબંદર
|
|