પોરબંદર જીલ્લાની અઠવાડીક તા.૦૬/૦૧/૨૦૨૦ થી તા.૧૨/૦૧/૨૦૨૦ સુધીની સારી કામગીરીની મુદ્દા નંબર ૧ થી ૬ ની માહિતી નીચે મુજબ છે.
મુદ્દા નંબર ૧:- જો જીલ્લા શહેર કક્ષાએ કોઇ ખોવાયેલ બાળકો માટે ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હોય કે અન્ય સારી કામગીરી માટે ઝુંબેશ ચલાવવામાં આવી હોય
(૧) કમલાબાગ પો.સ્ટે. ગુમ જા.જોગ નં. ૭૭/૨૦૧૯ મુજબ ગુમ થનાર ફરીદા ઉર્ફે રજીબેન વા/ઓ સાહિદ નુરમહમદ ગજ ઉ.વ.૨૦ રહે. જલારામ કોલોની પાછળ મફતીયા પરા પોરબંદર કમલાબાગ પો.સ.ઇ.શ્રી જે.જે.રાઠોડ તથા પો.સ્ટાફના માણસોએ તા.૦૭/૦૧/૨૦૨૦ ના રોજ શોધી કાઢેલ છે.
(૨) કમાલાબાગ પો.સ્ટે. ગુમ જા.જોગ નં. ૧૨૨/૨૦૧૯ ના કામે ગુમ થનાર પ્રિયંકાબેન ડો/ઓ લાભશંકર છગનભાઇ દવે ઉ.વ.૨૨ રહે.પાલખડા ગામ તા.જી.પોરબંદર પો.સ.ઇ.શ્રી વી.પી.કનારા તથા પો.સ્ટાફના માણસોએ તા.૧૦/૦૧/૨૦૨૦ ના રોજ શોધી કાઢેલ છે.
મુદ્દા નંબર ૨:- શાળા કોલેજોમાં ટ્રાફિક અવરનેશ પોગ્રામ
(૧) તા.૧૧/૦૧/૨૦૨૦ ના રોજ ટ્રાફિક સપ્તાહના ઉદઘાટન પ્રસંગે નીચે જણાવેલ મહેમાનોને આમંત્રણ પાઠવવામાં આવેલ હતું.
(૧) જિ.કલેકટર શ્રી,
(૨) ઇન્ચાર્જ પો.અધિ.શ્રી બી.એ.પટેલ.
(૩) ના.પો.અધિ.શ્રી પોરબંદર ગ્રામ્ય.
(૪) પ્રમુખ ટ્રાફિક એજયુકેશન ટ્રસ્ટ પોરબંદર
(૫) આર.ટી.ઓ.અધિકાર શ્રી પોરબંદર
(૬) ચેમ્બર ઓફ ક્રોમર્સના પ્રમુખ શ્રી
(૭) લાખણશી ગોરાણીયા સ્થાપક પ્રમુખ શ્રી જે.સી.આઇ
(૮) તેજસ બાપોદરા જે.સી.આઇ પ્રમુખ
(૯) જીતેન ગાંધી પ્રમુખ શ્રી રોટરી કલબ પોરબંદરનાઓ તેમજ ઘેડીયા સ્કુલના વિધાર્થી/વિધાર્થીની તથા
સમાજીક કાર્યક્રરો તેમજ ઓટો રીક્ષા એશોસીએશનના પ્રમુખ વિગેરે નાઓને હાજરીમાં ટ્રાફિક વિકનું ઉદઘાટન કરવામાં આવેલ અને કલેકટર મોદી સાહેબ તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી બી.એ.પટેલ સાહેબ નાઓએ દીપ પ્રગટાવી ઉદઘાટન કરેલ અને સ્વાગત પ્રવચન ટ્રાફિક પો.સ.ઇ.શ્રી જી.બી.ગોહિલ નાઓએ કરેલ છે. તેમજ ઘેડીયા સ્કુલની બે વિધાર્થીનીઓએ ટ્રાફિકના નિયમોની જાણકારી બાબતે પ્રવચન કરેલ અને ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી બી.એ.પટેલ સાહેબએ તથા અધ્યક્ષ શ્રી કલેકટર મોદી સાહેબએ ટ્રાફિક જાગૃતિ બાબતે પ્રવચન કરેલ અને કાર્યક્રમની આભાર વિધી જે.સી.આઇના પ્રમુખ શ્રી લાખણશીભાઇ ગોરાણીયા નાઓએ કરેલ ત્યાર બાદ રેલીને ઇન્ચાર્જ પોલીસ અધિક્ષકશ્રી તથા કલેકટર સાહેબએ લીલી જંડી આપી પ્રસ્થાન કરેલ અને ક.૧૮/૦૦ થી ક.૧૯/૦૦ રેલી સ્વરૂપે રૂપાળી બાગથી રાણીબાગ સુધી રોડ ઉપર સ્કુલના બાળકો તથા આર.એસ.પી.ના બાળકો તથા ટ્રાફિક બ્રિગેડ તથા ટ્રાફિક પોલીસ બેન્ડવાજા સાથે નિકળેલ અને રસ્તામાં તમામ દુકાનો તથા નાગરીકોને ટ્રાફિક નિયમનની જાગૃતિ બાબતેના પેમ્પલેટો વેચવામાં આવેલ અને રેલી રાણીબાગ ખાતે ચોકમાં પહોચી પુર્ણ થયેલ
તેમજ રાણીબાગ ખાતે ચોકમાં શીટબેલ્ટ, હેલ્મેટ, પી.યુ.સી., રીફલેકટીવ ટેપની જાગૃતિ બાબતે કેમ્પેન કરવામાં આવેલ અને રોંગ સાઇડ અને લેન્ડ ડ્રાઇવીંગ તથા ચાલુ મોબાઇલએ ડ્રાઇવીંગ બાબતે જાગૃતિ આપવામાં આવેલ હતી.
(૨) પોરબંદર શહેર અને જીલ્લામાં ૩૧ માં માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત તા.૧૨/૦૧/૨૦૨૦ ના રોજ પોરબંદર જીલ્લા ટ્રાફિક શાખા તેમજ આર.ટી.ઓ પોરબંદર અને જે.સી.આઇના સાથે સંકલનમાં રહીને રાણાવાવ હાથી સીમેન્ટ ફેકટરીના ટ્રક ડ્રાઇવરો તથા ટ્રક એસોશીએશન સાથે રહીને ભારે વાહનોના ડ્રાઇવરોને રોડ સેફટી તાલીમ આપવા કાર્યક્રમ કરવામાં આવેલ અને મોટર વાહનના નિયમોની જાણકારી આપવામાં આવેલ તેમજ આંખોની તપાસણી અને બ્લડ પ્રેસર, સુગર તપાસણી માટે કાર્યક્રમ કરવામાં આવેલ હતાં.
આ ઉપરાંત બપોર બાદ પોરબંદર દ્રારકા હાઇવે રોડ ત્રણ માઇલ પાસે વધુ ઝડપથી ચાલતા વાહનનું ચેકીંગ કરવામાં આવેલ જેમાં ટ્રાફિકના નિયમોનું પાલન કરતા વાહન ચાલકોને ગુલાબનું ફુલ આપી સન્માનીત કરવામાં આવેલ અને ટ્રાફિકના નિયમોનું તેમજ લેન ડ્રાઇવીંગના નિયમોનું ભંગ કરતા વાહન વાળાને ઉભા રાખી ટ્રાફિકના નિયમ બાબતે સજાગ કરવામાં આવેલ આ સમગ્ર કાર્યક્રમ ટ્રાફિક શાખાના પોલીસ સબ ઇન્સ.શ્રી જી.બી.ગોહિલ તથા સ્ટાફ, આર.ટી.ઓ અધિકારી શ્રી તેમજ જે.સી.આઇના હોદે્દારો હાજર રહેલ હતાં.
જે આપશ્રીને વિદિત થાય.
(ભરત પટેલ)
ના.પો.અધિ.મુ.મ.
પોરબંદર
|