પોરબંદર જીલ્લાની અઠવાડીક તા.૩૦/૦૩/૨૦૨૦ થી તા.૦૫/૦૪/૨૦૨૦ સુધીની સારી કામગીરીની મુદ્દા નંબર ૧ થી ૬ ની માહિતી નીચે મુજબ છે.
મુદ્દા નંબર ૬:- લોકહીતના બાબતો જે લોકોને તુરંત ધ્યાન પર આવે તેવી બાબતો :-
(૧) તા.૦૨/૦૪/૨૦૨૦ ના ક.૧૭/૦૦ વાગ્યે કમલાબાગ પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ.શ્રી જે.જે.રાઠોડએ ઝુંડાળા વિસ્તારમા જરૂરીયાતમંદો ને ફુડ પેકેટનુ વિતરણ કરેલ. તેમજ કમલાબાગ પોલીસ સ્ટાફ દ્વારા જુના ફુવારા પોલીસ લાઇનની કોરોન્ટાઇન કરેલ ૧૨-ફેમીલીના પરીવારજનો ને જીવન જરૂરીયાતની વસ્તુઓ જેવી કે, રાશન, શાકભાજી તેમજ દુધની વ્યવસ્થા કરી આપેલ તેમજ પેટ્રોલીંગ દરમ્યાન રોડ ઉપર નિકળતા માણસોને માસ્ક આપી તેઓને બિનજરૂરી બહાર નહીં નિકળવા અને અત્યંત જરૂરી કામ કાજ હોય તો જ બહાર નિકળવા સમજ આપવામાં આવી. અને નોવેલ કોરોના વાયરસની ગંભીરતા સંબંધે જરૂરી સુચનાઓ આપી નાગરીકોને ઘરમા રહેવાની અપીલ કરી.
(૨) તા.૦૫/૦૪/૨૦૨૦ ના રોજ કમલાબાગ પોલીસ સ્ટેશનના પો.ઇન્સ.શ્રી એસ.એમ. જાડેજાએ પેટ્રોલીંગ દરમ્યાન મંજુબેન વા/ઓ. છગનભાઇ રાઠોડ તેઓના પતિ દુબઇ ખાતે નોકરી કરતા હોય અને પોતે અહી બાળકો સાથે એકલા રહેતા હોય, પોતાના બાળકોને ચીકનપોકસ થતા સારવાર માટે ભાવસીહજી હોસ્પીટલ ચાલીને જતા હોય, તેઓને સરકારી ગાડીમા બેસાડી તેના પુત્રની સારવાર કરાવી તેઓના રહેણાંક છાંયા ખાતે તેમના ઘરે પહોંચાડી કામગીરી કરવામાં આવેલ છે.
(૩) તા.૦૩/૦૪/૨૦૨૦ ના રોજ કીર્તીમંદીર પો.સ્ટે.ના સર્વેલન્સ સ્ટાફના પો.સ.ઈ.શ્રી એમ.એન.ગઢવી તથા પોલીસ સ્ટાફ દ્વારા રેલ્વે સ્ટેશન નજીક ફુટપાથ ઉપર રહેતા ૧૮ થી ૨૦ જેટલા લોકોને તથા મંદબુધ્ધિના બાળકોને ફુડ પેકેટનુ વિતરણ કરવામાં આવેલ.
(૪) તા.૦૪/૦૪/૨૦૨૦ ના રોજ કીર્તીમંદીર પો.સ્ટે. ના સર્વેલન્સ સ્ટાફના પો.સ.ઈ.શ્રી એમ.એન.ગઢવી તથા પોલીસ સ્ટાફ દ્વારા કોરોના વાયરસના સક્રમણને અટકાવવા તકેદારીના ભાગ રૂપે જરૂરીયાતમંદ લોકોને માસ્કનુ વિતરણ કરવામાં આવેલ તેમજ તકેદારી રાખવા જરૂરી સુચના આપવામાં આવેલ.
(૫) તા.૦૫/૦૪/૨૦૨૦ ના રોજ ક.૦૮/૦૦ થી ક.૦૮/૩૦ સુધી કીર્તીમંદીર પો.ઈન્સ. દ્વારા શાંતીનાથ જૈન દેરાસરના આગેવાન હરસુખભાઈ વારા તથા અન્ય લોકો સાથે સોશ્યલ ડીસ્ટન્સ જાળવી હાલમાં નોવેલ કોરોના વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લઈ આગમી તા.૦૬/૦૪/૨૦૨૦ મહાવીર જંયતિ નિમિત્તે ધાર્મિક ઉત્સવ ઉજવણી નહી કરવા અને હાલમાં કારોના વાયરસ બાબતે તમામ ને તકેદારી રાખવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ.
(૬) તા.૦૧/૦૪/૨૦૨૦ ના રોજ ઉદ્યોગનગર પો.સ્ટે વિસ્તારમા આસોપાલવ સોસાયટીમા રહેતા સિનિયર સિટીઝન એવા નંદુબેન વા/ઓ શામજીભાઈ જગતીયા ઉ.વ.૭૮ નાઓ સસ્તા અનાજનુ વિતરણ શરૂ થતા તેઓનુ રાશનકાર્ડ કુંભારવાડાનુ હોય જે અનાજ લેવા નિકળતા કોઈ વાહન નહીં મળતા પો.સબ.ઈન્સ શ્રી વાય.પી.પટેલ તથા પો.કોન્સ. રામસી વિરા પેટ્રોલીંગમા હોય દરમ્યાન આશાપુરા રોડ તરફ જતા હોય તે દરમ્યાન ઉપરોક્ત સિનિયર સિટીઝનને જોઈ તેઓને પુછતા તેઓએ જણાવેલ કે, તેઓ પોતાના પતિ સાથે એકલા રહેતા હોય અને તેઓના પતિને હાર્ટની તકલીફ હોય ચાલી શકતા ના હોય અને આજથી રાશનની દુકાનો ચાલુ થયેલ હોય અનાજ લેવા માટે કુંભારવાડામાં જવાનુ હોય પરંતુ લોકડાઉન હોય કોઇ વાહન મળતુ ના હોય તેવી વાત કરતા તેઓને સરકારી બોલેરોમા બેસાડી રાશન લેવડાવી તેઓના ઘરે પરત પહોચાડતા આજુબાજુના રહીશોએ પોલીસની કામગીરીને બિરદાવેલ હતી આમ લોકડાઉનની પરિસ્થિતીમા સિનિયર સિટીઝન વ્યક્તિઓને મદદરૂપ થવાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડવામાં આવેલ છે.
(૭) તા.૦૩/૦૪/૨૦૨૦ ના રોજ ઉદ્યોગનગર પો.સ્ટે. વિસ્તારમા રહેતા રીક્ષા ચાલકો કે જેઓ માત્ર રીક્ષાના ધંધા ઉપર જ પોતાનુ જીવન ગુજારતા હોય અને હાલના સમયમા લોકડાઉનની પરિસ્થિતિના કારણે રીક્ષા બંધ થતા. રિક્ષા ચાલકોનુ જીવન નિર્વાહ કરવુ મુશ્કેલ હોય. જેઓને મદદરૂપ થવા માટે ઉદ્યોગનગર પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ. શ્રી વાય.પી.પટેલ તથા સ્ટાફ દ્રારા પોરબંદર GIDC ના પ્રમુખશ્રી જીણુાભાઇ દયાતર તથા ચેરમેન શ્રી પુંજાભાઇ ઓડેદરા તથા સેક્રેટરી શ્રી ધીરૂભાઇ કક્કડના સહયોગથી હાલમાં પોરબંદર GIDC વિસ્તારમાં આવેલ કંપનીઓ બંધ હોય. જેમાં સિક્યોરીટીના માણસોની જરૂરત હોય. જેથી ઉદ્યોગનગર પો.સ્ટે. વિસ્તારમાં રહેતા ૨૦ જેટલા રીક્ષા ચાલકોને સિક્યોરીટી તરીકે નોકરી અપાવી લોકડાઉનની પરીસ્થિતીમાં જરૂરીયાત મંદ લોકોને મદદરૂપ થવાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડવામાં આવેલ છે.
(૮) તા.૦૪/૦૪/૨૦૨૦ના રોજ ના રોજ હાર્બર મરીન પો.સ્ટે.ના પોલીસ સ્ટાફ દ્વારા કોરોના વાયરસના સક્રમણને અટકાવવા તકેદારીના ભાગ રૂપે જરૂરીયાત મંદ લોકોને માસ્કનુ વિતરણ કરવામાં આવેલ તેમજ તકેદારી રાખવા જરૂરી સુચના આપવામાં આવેલ.
(૯) તા.૦૫/૦૪/૨૦૨૦ ના ક.૧૧/૩૦ થી ક.૧૨/૩૦ દરમ્યાન હાર્બર પો.સ્ટે.ના અધિકારી/કર્મચારી દ્વારા સોશ્યલ ડીસ્ટન્સ જાળવીને જાવર ગામમાં આશરે ૨૫ જેટલા જરૂરીયાત મંદ લોકોને અનાજની કીટનુ વિતરણ કરેલ અને તમામ ને નોવેલ કોરોના વાયરસ સંબંધે જરૂરી તકેદારી રાખવા સુચનાઓ આપી ને ઘરમા રહેવાની અપીલ કરી.
જે આપશ્રીને વિદિત થાય.
(ભરત પટેલ)
ના.પો.અધિ.,મુખ્ય મથક
પોરબંદર
|