હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

પોરબંદર જીલ્‍લાની અઠવાડીક તા.૨૩/૦૩/૨૦૨૦ થી તા.૨૯/૦૩/૨૦૨૦ સુધીની સારી કામગીરીની મુદ્દા નંબર ૧ થી ૬  ની માહિતી નીચે મુજબ છે.

મુદ્દા નંબર ૧:- જો જીલ્‍લા શહેર કક્ષાએ કોઇ ખોવાયેલ બાળકો માટે ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હોય કે અન્‍ય સારી કામગીરી માટે ઝુંબેશ ચલાવવામાં આવી હોયઃ-   

(૧)  કુતિયાણા પો.સ્ટે. જા.જોગ રજી.નં.૩/૨૦  તા.૧૯/૩/ર૦૨૦ ના કામે ગુમ થનાર પુરીબેન ડો/ઓ ભુપતભાઇ મકવાણા ઉ.વ.૨૪ તથા સાથે તેની દીકરી પ્રીયાંશી ઉ.વ. ૧ વર્ષ ૬ માસ રહે.ખાગેશ્રી ગામ તા.જી.પોરબંદર વાળા તા.૨૩/૩/૨૦૨૦ના રોજ શોધી કાઢેલ છે.

મુદ્દા નંબર ૬:- લોકહીતના બાબતો જે લોકોને તુરંત ધ્યાન પર આવે તેવી બાબતો :-

(૧) કમલાબાગ વિસ્તારના કડિયાપ્લોટમાં રહેતા જેન્તીભાઇ નારણભાઇ ઉ.વ.૪૫ તા.૧૩/૦૩/૨૦૨૦ના રોજ જામનગર જી.જી.હોસ્પીટલમાં સારવારમાં દાખલ થયેલા અને તા.૨૪/૦૩/૨૦૨૦નાં ક.૦૦/૩૫ વાગ્યે મરણ ગયેલ આ મરણ જનાર ના કોઇ સગાસબંધીની જાણ જામનગર હોસ્પીટલને ન હોય જેથી કમલાબાગ પો.સ્ટે. ટેલીફોનીક વર્ધી લખાવેલ જેના અનુસંધાને તેમના સગાસબંધીની ભાળ મેળવતા કડીયા પ્લોટમાં રહેતા ભરતભાઇ મરણજનારના ભાઇ થતા હોય તેમને જાણ કરેલ અને આ ભરતભાઇ પાસે પૈસાની સગવડ ના હોય જેથી કમલાબાગ પો.સ્ટે.માં ડી.સ્ટાફ PSI શ્રી ડી.કે.ઝાલા એ એમ્બ્યુલન્સ તેમજ જરૂરી મદદ પુરી પાડેલ.

(૨) તા.૨૮/૦૩/૨૦૨૦નાં રોજ મંજુબેન વા/ઓ છગનભાઇ રાઠોડ નામની મહિલા જેમના પતી દુબઇ હોય અને તેમના બાળકોને ચીકનપોક્સ થતા સીવીલ હોસ્પીટલથી ચાલીને જતા હોય જેથી સરકારી ગાડીમાં તેમને તેમના ઘરે પહોંચવાની વ્યવસ્થા કરી આપેલ.

(૩) કિર્તીમંદીર પો.સ્ટે. તા.૨૬/૦૩/૨૦૨૦ ના ક.૧૭/૦૦ થી ક.૧૭/૩૦ દરમ્યાન તમામ દરગાહ/મસ્જીદના મુસ્લીમ આગેવાન સબીરભાઇ હામદાણી દારૂલ ઉલુમ ગોસીએ આજમ તથા સંસ્થાના પ્રમુખ તેમજ અન્ય લોકોને કોરોના વાયરસની ગંભીરતા બાબતે સમજ કરી અને હાલમાં કોરોના વાયરસના કારણે મસ્જીદમાં સામુહીક નમાજ પઢવા બાબતે સુચના આપેલ અને આ બાબતે સાવચેતી રાખવા માહિતગાર કરેલ.

(૪) ઉદ્યોગનગર પો.સ્ટે. તા. ૨૮/૦૩/૨૦૨૦નાં રોજ ઉદ્યોગનગર પો.સ્ટે. વિસ્તારમાં રહેતા રીક્ષા ચાલકો કે જેઓ માત્ર રિક્ષાના ધંધા ઉપર પોતાનું જીવન ગુજારતા હોય અને હાલમાં કોરોના વાયરસના લીધે લોકડાઉનની પરીસ્થીતીના કારણે રિક્ષા બંધ થતા રીક્ષા ચાલકોનું જીવન નિર્વાહ મુશ્કેલ બની ગયેલ હોય જેથી આવી સંકટભરી પરિસ્થીતીમાં રિક્ષા ચાલકોને પોલીસ દ્વારા સહકાર મળી રહે તેવા હેતુથી જી.આઇ.ડી.સી. વીસ્તારના આગેવાનો તથા આશાપુરા ફટાકડાઓના સૌજન્યથી રાશનકીટનું વિતરણ કરી લોકડાઉન પરિસ્તીથીમાં લોકોની જરૂરીયાતની ચીજ વસ્તુઓ પુરી પાડવામાં આવી.

(૫) મહીલા પો.સ્ટે. તા.૨૯/૦૩/૨૦૨૦ નાં રોજ પો.સબ.ઇન્સ.શ્રી આર.એ.નોયડા તથા અન્ય પોલીસ કર્મચારીઓ દ્વારા ચોપાટી ઝુંડાળા અને બસ સ્ટેશન જેવા વિસ્તારોમાં ઝુંપડપટ્ટીમાં રહેતા લોકોને ભોજન વિતરણ કરેલ.

             જે આપશ્રીને વિદિત થાય. 

 

(ભરત પટેલ)

ના.પો.અધિ.,મુખ્ય મથક

પોરબંદર

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટZ
સીનીયર સિટીઝન
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર     |     પ્રતિભાવ

Last updated on 13-04-2020