હું શોધું છું

હોમ  |

સારી કામગીરી
Rating :  Star Star Star Star Star   

પોરબંદર જીલ્‍લાની અઠવાડીક તા.૦૫/૧૦/૨૦૨૦ થી તા.૧૧/૧૦/૨૦૨૦ સુધીની સારી કામગીરીની મુદ્દા નંબર ૧ થી ૬  ની માહિતી નીચે મુજબ છે.

મુદ્દા નંબર :- જો જીલ્લા શહેર કક્ષાએ કોઇ ખોવાયેલ બાળકો માટે ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હોય કે અન્ સારી કામગીરી માટે ઝુંબેશ ચલાવવામાં આવી હોયઃ-  

(૧)   ઉદ્યોગનગર પો.સ્ટે. ગુમ જા.જોગ.નં.૧૦/૨૦૨૦ તા.૦૬/૧૦/૨૦૨૦ અન્વયે ગુમ થનાર મોનીકા વા/ઓ વિજય ખીમજીભાઇ બાદરશાહી ઉ.વ.૨૩ રહે.કિર્તીમંદીર પાછળ સોનીવાડ સાકરીઆઇ કૃપા પોરબંદરને ઉદ્યોગનગર પો.સ્ટે.ના પો.હેડ. કોન્સ. શ્રી કે.સી.વાઘેલાએ તા.૧૦/૧૦/૨૦૨૦ના રોજ શોધી કાઢેલ છે.

 

મુદ્દા નંબર :- ગુન્હાઓ અટકાવવા કોઇ વિશિષ્ઠ કામગીરી / સ્ટ્રટેજી આપવામાં આવેલ હોય અને સફળતા મળેલ હોય 

(૧) કિર્તીમંદીર પો.સ્ટે. ગુ.ર.નં. I ૫૦/૨૦૧૮ આઇ.પી.સી. ક.૩૮૦, ૧૧૪ મુજબ ફરિયાદી સલ્લાઉદિન ઉર્ફે દિપુગુલામ રહેમાન હાલદાર સોની બજાર પોરબંદરનાએ ગુન્હો નોંધાવેલ કે આ કામનાં આરોપી બહેનો પાણી પીવાના બહાને ફરીયાદી ની દુકાનમા જઇ ફરી તથા સાહેદ વાતોમા પરોવી નજર ચુકવી કાઉન્ટરના ખાનામાંથી રાખેલ સોનાના દાગીના આશરે ૨૩ તોલા ૨૩૦ ગ્રામ કિ.રૂ.૫,૯૦,૦૦૦ ની ચોરી કરી લઇ જઇ ગુનો કરવામાં એકબીજાને મદદગારી કરી ગુનો કરેલ જે આરોપીઓ (૧) સુનીતાબેન ઉર્ફે મમતા વા/ઓ જગતભાઇ ઇસ્વાનભાઇ પવાર ઉર્ફે પરમાર ઉ.વ.૪૦ જાતે-દેવીપુજક ધંધો- બંગડી વેચવાનો (૨) રેખાબેન વા/ઓ સતીષભાઇ સિંદે ઉ.વ.૩૫ જાતે-દેવીપુજક  ધંધો- બંગડી વેચવાનો (૩) સુનીલાબેન ડો/ઓ જફાન ઉર્ફે (જેફાન) ઉર્ફે જગત પવાર ઉર્ફે પરમાર ઉ.વ.૧૯ જાતે-દેવીપુજક  ધંધો- બંગડી વેચવાનો (૪) નિર્મલાબેન ઉર્ફે શશીકલા વા/ઓ ઇલાસભાઇ શયાનાભાઇ સિંદે ઉ.વ.૬૫ જાતે-દેવીપુજક  ધંધો- બંગડી વેચવાનો રહે બધા સાત  હનુમાનજીનાં મંદીર પાસે, રાજકોટ, હાલ-અમદાવાદ મુંબઇ હાઇવે, વાઘોડીયા ચોકડી, ઓવરબ્રીજ નીચે વડોદરા,  આરોપી નં.(૧) તથા (૨) તા.૦૮/૧૦/૨૦૨૦ ક.૧૩/૧૦ વાગ્યે તથા આરોપી નં.(૩) તથા (૪) તા.૦૮/૧૦/૨૦૨૦ ક.૨૦/૦૫ વાગ્યે કિર્તીમંદીર પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ.શ્રી વી.આર.ભુતીયા તથા લોકરક્ષક રવી કરશનભાઇ દ્વારા ધોરણસર અટક કરેલ છે.

 

મુદ્દા નંબર :- લોકહીતના બાબતો જે લોકોને તુરતધ્યાન પર આવે તેવી બાબતો-

(૧) તા.૦૫/૧૦/૨૦૨૦ ના રોજ હાર્બર મરીન પો.સ્ટે.ના ઈન્ચાર્જ પો.ઈન્સ.શ્રી આર.ડી.વાંદા તથા પો.સ્ટાફના માણસોને સાથે રાખી હાર્બર મહીન પો.સ્ટે. વિસ્તારમાં આવેલ ઓડદર ગામ ખાતે નાના બાળકોને અભ્યાસમાં રૂચી વધે તેમજ અભ્યાસ તરફ પ્રેરાય તે માટે આશરે ૧૨ થી ૧૫ બાળકોને અભ્યાસ કીટનું વિતરણ કરી પ્રોત્સાહીત કરવામાં આવેલ.

(૨)   તા.૦૬/૧૦/૨૦૨૦ ના રોજ પો.સબ.ઇન્‍સ. શ્રી વાય.પી.પટેલ તથા ઉદ્યોગનગર પો.સ્ટે.ના પોલીસ સ્ટાફના માણસો ઉદ્યોગનગર પો.સ્ટે. વિસ્તાર પેટ્રોલિંગમા હતા તે દરમ્યાન પો.કોન્‍સ. હોથીભાઇ અરજનભાઇ તથા પો.હેડ.કોન્‍સ. ચેતન ગીગાભાઈ મોઢવાડીયા નાએ આદિત્યાણા રોડ કોલીખડા બાયપાસ રોડ ઉપર એક ઇસમ મોટર સાયકલ લઇ આવતો જણાતા જેના પર શંકા જતા ઉપરોક્ત પો.સ્ટાફ દ્વારા રોકી ચેક કરતા મોટર સાયકલમાં નંબર પ્લેટ ન હોય જેથી મોટર સાઇકલ ના રજી. કાગળો માંગતા નહી હોવાનુ જણાવતા મોટર સાઇકલના એન્જીન તથા ચેસીસ નંબર પોકેટ કોપમાં ચેક કરતા તથા પુછ-પરછ કરતા સદરહુ મો.સા.ના નંબર GJ-03-KM-0815 હોય અને જે મો.સા. ચોરાયેલ હોય અને ચોરી બાબતે રાજકોટ ભક્તિનગર પો.સ્ટે.માં ગુન્‍હો રજી. થયેલ હોય. જેથી મો.સા. ચાલક અમીત દિલીપભાઇ કારેણા ઉ.વ.૧૮ રહે.રાણાવાવ ગોપાલપરા ગાયત્રી મંદીર સામે તા.રાણાવાવ જી.પોરબંદરની પુછ-પરછ કરતા સદરહુ મો.સા. ચોરીનુ હોવાનુ જણાવતા મજકુર ઇસમ પાસેથી સદરહુ મો.સા. CRPC ક.૧૦૨ મુજબ કબ્જે કરી મજકુરને CRPC ક.૪૧(૧)ડી મુજબ ધોરણસર અટક કરેલ અને રાજકોટ ભક્તિનગર પો.સ્ટે. મો.સા. ચોરીનો અનડિટેક્ટ ગુન્‍હો ડિટેક્ટ કરેલ છે.

(૩)   તા.૦૭/૧૦/૨૦૨૦ ક.૧૧/૩૦ થી ક.૧૪/૦૦ દરમ્યાન મહીલા પો.સબ.ઈન્સ.શ્રી આર.એ.નોયડા તથા પો.સ્ટાફ ના માણસો તેમજ ૧૮૧ સખી સ્ટોપ સેન્ટરના મહીલા કર્મચારીઓને સાથે રાખી હાથરસ બનાવ અનુસંધાને કલીના પુલ, વી.વી.બજાર, જ્યુબેલી પુલ અને ઝુપડ પટ્ટી વિસ્તારોમાં હાથરસ બનાવની જાણ કરી મહીલા અને દીકરીઓને જરૂરી સમજ કરી આશરે-૧૫૦ લોકોને માસ્ક વિતરણ કરવામાં આવેલ. તેમજ હાલ કોરોનાની મહામારીને ધ્યાને લઈ સ્વચ્છતા અને તકેદારી જાળવવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપવામાં આવેલ.   

 

જે આપશ્રીને વિદિત થાય.

 

(ભરત પટેલ)

ના.પો.અધિ.મુ.મ. અને

નોડલ ઓફીસર  eGujcop

પોરબંદર

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટZ
સીનીયર સિટીઝન
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર     |     પ્રતિભાવ

Last updated on 13-10-2020