વિભાગના પ્લાન/અંદાજપત્રને લગતી વિગતો:
પ્રત્યેક સંસથાને ફાળવાયેલ અંદાજપત્ર
- તમામ યોજનાઓ, સૂચિત ખર્ચ અને કરેલ ચૂકવણી અંગે અહેવાલોની વિગતો
- વિકાસ, નિર્માણ અને તકનિકી કાર્યો અંગે જવાબદાર જાહેરતંત્ર માટે
1 જુદી જુદી યોજનાઓ અન્વયે જુદી જુદી પ્રવૃત્તિઓ માટે અંદાજપત્રની વિગતોની માહીતી નીચેના નમુનામાં આપો.
પોરબંદર જિલ્લામાં નીચે મુજબના થનાર ખર્ચ માટે સને-ર૦૨૨-૨૩ના વાર્ષિક અંદાજપત્રમાં અંદાજે રૂ.૮૩૨૭૯૯૦૦૦/- ની જોગવાઈ કરવામાં આવી છે
પગાર ભથ્થાઃ– પોરબંદર જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ અધિકારી/કર્મચારીઓને ચૂકવવામાં આવતાં પગાર ભથ્થાં વગેરે પાછળ થનાર ખર્ચ અંદાજે રૂ. ૭૩૫૦૦૧૦૦૦/- વાર્ષિક અંદાજપત્રમાં જોગવાઈ કરવામાં આવી છે
એમ. ટી. સેક્શનઃ– પોરબંદર જિલ્લામાં પોલીસ હેડ ક્વાર્ટર ખાતે એમ. ટી. સેક્શનમાં રહેલાં પોલીસ વાહનોની સ્પેરપાર્ટ ખરીદી/ રિપેરિંગ વગેરે પાછળ થનાર ખર્ચ અદાંજે રૂ. ૩૨૯૮૦૦૦૦/-ની વાર્ષિક અંદાજપત્રમાં જોગવાઈ કરવામાં આવી છે.
યંત્રસામગ્રીઃ– પોરબંદર જિલ્લામાં પોલીસ વાયરલેસ વિભાગ તેમ જ કોમ્પ્યુટર વિભાગ, ઝેરોક્ષ/ફેક્સ મશીનો વગેરે જેવી યંત્રસામગ્રી વગેરે પાછળ થનાર ખર્ચ અદાંજે રૂ. ૫૦૦૦૦૦/-ની વાર્ષિક અંદાજપત્રમાં જોગવાઈ કરવામાં આવે છે.
કચેરી ખર્ચઃ— પોરબંદર જિલ્લામાં ટેલીફોન, વિજળી બિલ, કલોધિંગ, સંયુક્ત દરિયાઈ પેટ્રોલિંગ, હોમગાર્ડ, વેતન વગેરે કચેરી ખર્ચ પાછળ થનાર ખર્ચ અદાંજે રૂ. ૫૧૮૬૦૦૦૦/-ની વાર્ષિક અંદાજપત્રમાં જોગવાઈ કરવામાં આવે છે.
માલસામાન પુરવઠોઃ— પોરબંદર જિલ્લામાં આવેલા માઉન્ટેડ વિભાગ/ડોગ વિભાગના રાશન/ખાદ્ય સામગ્રી વગેરે પાછળ થનાર ખર્ચ અદાંજે રૂ. ૯૦૦૦૦૦/-ની વાર્ષિક અંદાજપત્રમાં જોગવાઈ કરવામાં આવે છે.
વર્ષ–૨૦૨૧–૨૦૨૨ નાં બજેટના લક્ષ્ય અને હેતુઑ :-
વર્ષ- ૨૦૨૨–૨૦૨૩ ના કુલ રકમ રૂ. ૮૩૨૭૯૯૦૦૦/- ના બજેટ સામે અત્યાર સુધી એટલે કે તા.૩૧/0૩/૨૦૨૨ સુધી માં ૬૦૦૦૦૦૦૦/- નો ખર્ચ થયેલ છે.
આ બજેટમાં ૧૧૩૫ ના મહેકમનૉ તેમજ ૧૫૯ વાહનૉની જાળવણીનૉ અને હૉમગાર્ડઝ/ બૉર્ડરવીંગ,દરિયાઈ પેટ્રૉલીંગ ખર્ચ વગેરેનૉ સમાવેશ કરવામાં આવેલ છે, છતાં પણ સરકારશ્રીની કરકસરયુકત નિતિનૉ ચૉકસાઈ પૂર્વક ઘ્યાન રાખવામાં આવી રહેલ છે, અને બિનજરૂરી ખર્ચા સંપૂર્ણપણે ટાળવામાં આવી રહેલ છે.
|