હું શોધું છું

હોમ  |

કામગીરી
Rating :  Star Star Star Star Star   

વિભાગની કામગીરી ( Nature of work of Department )

(૧)   પોલીસ ઇન્સ્પેક્ટર એલ.આઇ.બી. (લોકલ ઇન્ટેલિજન્સ બ્રાન્ચ) :

       સ્થાનિક ગુપ્તચર શાખા :

       આ શાખા સ્થાનિક ગુપ્તચર શાખા તરીકે ઓળખવામાં આવે છે. આ શાખા પોલીસ અધિક્ષકશ્રીની સીધી દેખરેખ હેઠળ કામ કરે છે. જેમાં પોલીસ ઇન્સ્પેકટર કક્ષાના પોલીસ અધિકારીની નિમણૂક હોય છે. આ શાખામાં વીઆઇપી તથા વીવીઆઇપીઓની સુરક્ષા અને બંદોબસ્તની કામગીરી કરવામાં આવે છે. ઉપરાંત ચૂંટણીઓને લગતી કામગીરી. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાના બંદોબસ્તની ગોઠવણી,  પાસપોર્ટ વેરિફિકેશન, કેરેક્ટર વેરિફિકેશન, ફોરેનર્સ રજિસ્ટ્રેશન, રાજકીય બાબતો વગેરેની કામગીરી થાય છે. કોમ્યુનલ બનાવો અંગે તકેદારી લેવી અને ઉચ્ચ અધિકારીશ્રીઓને માહિતગાર રાખવા. સમગ્ર જિલ્લામાં પોલીસની કામગીરી પર તકેદારીની દૃષ્ટિએ નજર રાખી કોઈ પણ વિપરીત બાબતો પોલીસ અધીક્ષકશ્રીના ઘ્યાને મૂકવી. આ શાખાની કામગીરી ગુપ્ત છે અને માહિતી મેળવવાના અધિનિયમની જોગવાઈથી બાકાત રાખવામાં આવેલ છે.

(૨) સ્‍થાનિક ગુના શોધક શાખા (લોકલ ક્રાઇમ બ્રાન્ચ)  :

       જિલ્લાની ગુનાશોધક શાખા છે જે પોલીસ અધીક્ષકશ્રીની સીધી દેખરેખ હેઠળ કામ કરે છે. જિલ્લામાં ચર્ચાસ્પદ બનેલ બનાવો તથા વણશોધાયેલ ગુનાઓની ડિટેક્શનની કામગીરી કરે છે તે મિલકત વિરુદ્ધના ગુનાઓ બનતા શોધવાની અને અટકાવવાની તેમ જ અસામાજિક તત્ત્વ વિરુદ્ધ તડીપાર અને પાસા જેવા અટકાયતી પગલાં લેવા જિલ્લાના નાસતા ફરતા અને લાલ શાહી, વોન્ટેડ ગુનેગારો શોધી કાઢવાની મુખ્ય કામગીરી હોય છે. આ ઉપરાંત કોમ્બિંગ નાઇટોનું આયોજન તેમ જ ખાસ કામગીરી માટે ઝુંબેશ (ડ્રાઇવ) રાખી તેનું સંચાલન કરવાનું હોય છે. જિલ્લામાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં એક જ પ્રકારની મોડસ ઓપરેન્ડીથી બનતા ગુનાઓ તેમ જ ગંભીર પ્રકારના ગુનાઓની તપાસ. આ શાખાની કામગીરી પણ ગુપ્ત છે અને માહિતી મેળવવાના અધિનિયમની જોગવાઈથી બાકાત રાખવામાં આવેલ છે.

 

(પોલીસ વાયરલેસ ઇન્સ્પેક્ટર :

       પોલીસ વાયરલેસ વિભાગ દ્વારા સંદેશ વ્યવહાર માટે વાયરલેસ સંદેશા વ્યવહાર અને સુરક્ષા સંબંધિત સાધનોની જાળવણી તેમજ અન્ય નેટવર્ક,  જીસ્વાન કામગીરી, જીલ્લા પોલીસની વેબસાઇટ અપડેટ તથા દેખરેખ વાયરલેસ વિભાગ દ્વારા થાય છે. પોલનેટ,  ટીપી અને એચ.એફ., સાઇફર, સાયબર, કોમ્પ્યુટર, વિડીયો કોન્ફરન્સ, સીસીટીવી, ડાયલ 100, જીપીએસ  તેમજ  ગુજરાત સરકારશ્રીના અતિમહત્વાકાંક્ષી eGujCop પ્રોજેકટને અનુલક્ષીને યોગ્ય માર્ગદર્શન આપી પો.સ્ટે. દ્વારા ઓનલાઇન કામગીરી કરાવવામાં આવે છે પો.સ્ટે.ના ઓપરેટરો દ્વારા કરવામાં આવેલ કામગીરીનું માપદંડ સંબંધિત કામગીરી માટે ખાસ તાલીમ પામેલ પોલીસ સબ-ઇન્સ્પેક્ટર અને સ્ટાફ દ્વારા કરવામાં આવે છે. આ વિભાગ સંબંધિત તાલીમ સંચાલન, ઇલેકટ્રોનિક સાધનોનું રીપેરિંગ અને જાળવણીની કામગીરી થાય છે. પોલીસ સ્ટેશનને કન્ટ્રોલરૂમ સાથેની કનેક્ટિવિટી જેવી બાબતો આ શાખા તેના ટેક્નિકલ માણસો અને સર્વિસ સેન્ટર / વર્કશોપ મારફતે કરે છે.

(પોલીસ સબ-ઇન્સ્પેક્ટર રીડર શાખા:

       સમગ્ર જિલ્લામાં ગુનાની આંકડાકીય માહિતીનું સંકલન, ગુના તપાસ અને ગંભીર ગુના તપાસ દેખરેખ, વાર્ષિક અહેવાલ સંબંધિત કામગીરી, તાબાની કચેરીનું ઇન્સ્પેક્શન, તાબાના અધિકારીની કામગીરીની દેખરેખ, વડી કચેરી દ્વારા માંગવામાં આવતી હકીકતો પૂરી પાડવી,  દૈનિક રીપોર્ટ (મોર્નિંગ રીપોર્ટ), ગુનાના મોનિટરિંગ રિપોર્ટ, સ્પે.રિપોર્ટ, સીરીયસ ક્રાઇમ તથા ક્વોલીટી કેસની માહિતી તૈયાર કરવા,  સ્વાગત  જેવા પ્રજાની મુશ્કેલી નિવારણ કાર્યક્રમોને અસરકારક બનાવવા-અમલ કરવા, કાયદો વ્યવસ્થા જાળવવા જરૂરી અસરકારક પગલાં લેવડાવવાં.

(પોલીસ સબ-ઇન્સ્પેકટર એમ.ઓ.બી. શાખા :

       ગુના કાર્યપદ્ધતિ આધારિત ગુનાઓ માટે એમ.ઓ.બી. દ્વારા નિયત રેકર્ડ, રજિસ્ટરો અને રિટર્ન જાળવવા (એમ.સી.આર. કાર્ડ,  હિસ્ટ્રીશીટ વગેરે) તેમજ મિલકત વિરુદ્ધના ગુનાઓમાં આરોપીઓના શકદાર સજેશન જે તે પોલીસ સ્ટેશનમાં મોકલી ગુના ડિટેક્શનમાં મદદરૂપ માહિતી પૂરી પાડવી, રાજ્ય એમ.ઓ.બી., એન.સી.આર.બી. સાથે જરૂરી સંકલન કરવું અને થાણાના એમ.ઓ.બી. રેકર્ડનું ઇન્સ્પેક્શન કરી તેની ભૂલો સુધારી અદ્યતન રખાવવા વગેરે કામગીરી.

 

(પોલીસ સબ ઇન્સ્પેકટર ટ્રાફિક શાખા :

       જિલ્લામાં પેસેન્જરોની ગેરકાયદે હેરાફેરી કરતા વાહનચાલકો ઉપર કાનૂની કાર્યવાહી કરવી અને પોલીસ સ્ટેશનની આ અંગેની કામગીરી પર દેખરેખ રાખવી,ભયજનક પેસેન્જાર હેરાફેરી વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવી, શહેરી વિસ્તારમાં ટ્રાફિક વ્યવસ્થા જાળવવા મદદરૂપ થવું અને ગોઠવેલી સ્થાનિક ટ્રાફિક વ્યવસ્થાની અસરકારકતા જળવાય તે રીતે કામ કરવું, એસ.ટી., આર.ટી.ઓ. અને પુરવઠા વિભાગ સાથે સંકલન કરી એસ.ટી. સંબંધિત જાહેરનામા અને કેરોસીનના ઉપયોગના કારણે પ્રદૂષણ વગેરે અંગે અસરકારક કાર્યવાહી કરવી. રોડ અકસ્માતના ભૌગોલિક વિવરણ અને અકસ્માત થવાનાં કારણો તપાસી તેના નિવારણ માટે કામગીરી કરવી. ટ્રાફિક જાગૃતિ સંબંધિત એન.જી.ઓ.,શાળા-કોલેજો, સ્વૈચ્છિક સંગઠનોની મદદ મેળવી ટ્રાફિક જાગૃતિ સંબંધિત કામગીરીને વેગ આપવો. શાળા-કોલેજોનાં બાળકોમાં ટ્રાફિક પ્રત્યે જાગૃતિ લાવવી વગેરે.

(પોલીસ ઇન્સ્પેકટર એસ..જી :

       આ શાખા એ.ટી.એસ. તેમજ પોલીસ અધિક્ષકશ્રીની સીધી દેખરેખ હેઠળ કામ કરે છે. આ શાખા જિલ્લામાં બનતા મહત્વના તેમજ ગંભીર ગુનાઓની તપાસ કરવાની કામગીરી કરે છે તેમ જ આવા ગુના ફરીથી ન બને તે માટે કાયદેસર અટકાવવાની કામગીરી કરે છે. તેની કામગીરી પણ ગુપ્ત અને માહિતી મેળવવાના અધિનિયમની જોગવાઈની જોગવાઈથી બાકાત રાખવામાં આવેલ છે.

(પોલીસ સબ- ઇન્સ્પેકટર મિસીંગ સેલ :

       જીલ્લા કક્ષાએ મિસીંગ સેલની રચના કરવામાં આવેલ છે. તેમજ હાલમાં જિલ્‍લામાં ગુમ થયેલ બાળકો /વ્‍યક્તિઓને શોધવા સારૂ ખાસ મિસીંગ સેલની રચના કરવામાં આવેલ છે. પો.સ્‍ટે. કક્ષાએ અને અત્રેની કચેરીએ પોલીસની એક અલગ ટીમ બનાવવામાં આવેલી છે. જે ટીમ ધ્‍વારા ગુમ થયેલ બાળકો/વ્‍યક્તિઓને શોધવાના સઘન પ્રયાસો કરવામાં આવે છે.

(પોલીસ ઇન્સ્પેકટર મહિલા પો.સ્ટે.

       મહિલા, બાળકો પરના અત્યાચારો અને બાળગુનાખોરી સંબંધિત જિલ્લાની માહિતીનું સંકલન કરવું. આ ગુનાઓ/ બનાવોની વધઘટ, અસરગ્રસ્ત વિસ્તારો, ગુનાખોરીનાં કારણો અને જિલ્લા પોલીસ તંત્રને તે પરત્વે સંવેદનશીલતા વગેરે બાબતે વિશ્ર્લેષણ કરી સતત સુધારાત્મક કાર્યવાહી કરી આ સંબંધિત રેકર્ડ-રિટર્નની જાળવણી અને સમયસર રવાનગી કરવી.

દહેજમૃત્યુ, આત્મહત્યા, અપહરણ, બળાત્કાર, લગ્નજીવનના ગુનાઓ, આત્મહત્યાનું દુષ્પ્રેરણ અને પતિ કે સાસરિયાં દ્વારા ત્રાસ, સ્ત્રીઓના અનૈતિક વેપાર અટકાવવાના કાયદા, બાળલગ્ન પ્રતિબંધક ધારા, સતીધારા, સ્ત્રીને બીભત્સ રજૂ કરવા પર પ્રતિબંધ ધારા, ખોવાયેલાં બાળકો તથા ગુમ થયેલી મહિલાઓ વગેરે પ્રકારના જિલ્લામાં બનતા બનાવોની વિગતનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરી આ બાબતે તપાસ સક્ષમ અધિકારી દ્વારા અને યોગ્ય રીતે થાય છે કે કેમ તેની ખાતરી કરવી.

મહિલા અને બાળગુનેગારો અટકાયતી પ્રસંગે અને સમયમર્યાદામાં તેમની ગરિમા જળવાય અને કાનૂની જોગવાઈનું પાલન થાય તેની દરેક કેસમાં ખાતરી કરવી.

મહિલા અને બાળકો વિરુદ્ધની અરજીઓ, લગ્નજીવન સંબંધિત અરજીઓની તપાસની દેખરેખ કરવી. જરૂરી તમામ ગુના અને અરજીની તપાસ જાતે કરવી.

મહિલા બાળગુનેગારો અને બાળકો સામેના ગુના અને ભરણપોષણના કેસોના સમન્સી-વોરંટ બજવણી અને કોર્ટમાં ટ્રાયલ પર વોચ રાખવી. નકારાત્મક ચુકાદામાં સમયસર અપીલ થાય તે માટે સંકલન કરવું.

આ વિષયના સંબંધિત કામગીરી કરતાં સ્વૈચ્છિક સંગઠનો, મહિલા સુરક્ષા સમિતિ વગેરેની કામગીરીનું સંકલન કરવું. રાષ્ટ્રીય મહિલા આયોગની સૂચનાઓનું અમલીકરણ અને તેણે માગેલા અહેવાલોનું સંકલન કરવું. આ પ્રકારના ગુના અટકાવવા સમાજમાં જાગૃતિદર્શક કાર્યક્રમો અને પોલીસ વિભાગ માટે જાગૃતિ દર્શક તાલીમ અને પરિસંવાદો યોજવા.

બાળકો અને મહિલાનાં અપહરણ કે ગુમ થવાના કિસ્સામાં નામ. સુપ્રીમ કોર્ટે સૂચવેલ તપાસ પદ્ધતિના અમલની ખાતરી કરવી.

જુવેનાઇલ હોમ, સ્પે. હોમ, ઓબ્ઝર્વેશન હોમ, નારીસુરક્ષા ગૃહ વગેરેની કામગીરીમાં સહાયરૂપ સંકલન કરવું. જુવેનાઇલ જસ્ટિસ સેલ

 

 

(૧૦ફિંગર પ્રિન્ટ:

       જિલ્લામાં અટક થતા ગુનેગારોની ફિંગરપ્રિન્ટ સંબંધિત રેકર્ડ જાળવણી અને રાજ્ય ફિંગરપ્રિન્ટ બ્યુરો સાથે આ અંગે સંકલનની કામગીરી કરે છે. દરેક પોલીસ સ્ટે્શનની આ સંબંધિત કામગીરીની દેખરેખ અને નિરીક્ષણ પણ કરે છે. સજા પામેલા ગુનેગારોની ફિંગર પ્રિન્ટના રેકર્ડ જાળવી ગુનાની તપાસ દરમિયાન ચાન્સ પ્રિન્ટ સાથે રેકર્ડમાંથી ફિંગર પ્રિન્ટ સાથે સરખામણી કરવાની કામગીરી તપાસને મદદરૂપ કામગીરી કરે છે.

(૧૧કન્ટ્રોલ રૂમ :

       જિલ્લા પોલીસની તાત્કાલીક કરવાની થતી કામગીરીની ઉપરી અધિકારીની દેખરેખ હેઠળ તમામ કાર્યવાહી અહીંથી થાય છે. કલેક્ટર કન્ટ્રોલ, ફ્લડ કન્ટ્રોલ અને ડિઝાસ્ટર કન્ટ્રોલ, સ્ટેટ કન્ટ્રોલ, હોમ કન્ટ્રોલ, આઈ.બી. કન્ટ્રોલ તમામ સાથે સતત સંપર્કમાં રહે છે. સંદેશાવ્યવહારનાં સાધનો જેવાં કે વાયલેસ, ફોન, ફેક્સ, ઈ-મેઇલ, ટી.પી., જી.એસ. વાન. પોલનેટ, એચ.એફ. વગેરેથી તે અન્ય વડી કચેરીઓ અને તાબાના પોલીસ સ્ટેશનથી જોડાયેલ છે. તેની સેવા સતત ર૪ કલાક ઉપલબ્ધ રહે છે. તમામ હેલ્પલાઇન એમ્બ્યુલન્સ, ફાયર સર્વિસ, ક્વિક રિસ્પોન્સ ટીમ વગેરેના પણ સંપર્કમાં હોય છે. તત્કાલ મદદની જરૂરિયાતના પ્રંસગે પોલીસ અને અન્ય એજન્સીના સંકલનથી પ્રતિભાવ આપે છે. પોલીસ અધીક્ષક અને વડી કચેરીને જિલ્લાના અને જિલ્લા બહાર બનતા બનાવોથી વાકેફ રાખી તકેદારીનાં પગલાંની દેખરેખ કરવાનું કામ અહીંથી થાય છે. જિલ્લા સ્તરે નાયબ પોલીસ અધીક્ષક મુખ્ય મથકની દેખરેખ હેઠળ કાર્યરત રહે છે.

(૧૨પોલીસ સબ- ઇન્સ્પેકટર કોમ્પ્યુટર શાખા :

       જીલ્લાના પોલીસ કર્મચારીને કોમ્પ્યુટર સંબંધિત ઇલેકટ્રોનિક સાધનોનું રીપેરિંગ અને જાળવણી તથા ગુજરાત સરકારશ્રીના અતિમહત્વાકાંક્ષી eGujCop પ્રોજેકટને અનુલક્ષીને યોગ્ય માર્ગદર્શન આપી પો.સ્ટે. દ્વારા ઓનલાઇન કામગીરી કરાવવામાં આવે છે પો.સ્ટે.ના ઓપરેટરો દ્વારા કરવામાં આવેલ કામગીરીનું માપદંડ ચકાસવા નોડલ અધિકારી તથા લાયઝન અધિકારી મારફેતે દર અઠવાડીયે મીશન મોડ મીટીંગનું આયોજન કરવામાં આવે છે અને ઓનલાઇન કામગીરી કરવામાં થતી મુશ્કેલીઓનું નિવારવામાં આવે છે.

(૧૩રિઝર્વ પોલીસ સબ- ઇન્સ્પેકટર હેડ ક્વાર્ટર :

       પોલીસ હેડ ક્વાટરમાં આવેલી તમામ બ્રાન્ચ જેવી કે ઇમર્જન્સી કેમ્પની, હેડ ક્વાર્ટર રિઝર્વ, ડે. ઓફિસર, ક્લોધિંગ સ્ટોર, આર્મરર શોપ, શસ્ત્રભંડાર, એમ.ટી. સેક્શન, ડોગકેનાલ, બેન્ડ, માઉન્ટેડ સેક્શન વગેરેની દેખરેખ નાયબ પોલીસ અધીક્ષક મુખ્યસ મથકની દેખરેખ હેઠળ રિઝર્વ પોલીસ સબ-ઇન્સ્પેક્ટર કામ કરે છે. પોલીસની શિસ્ત સંબંધિત તાલીમો, પરેડ, વી.વી.આઇ.પી. સિક્યોરિટી, જેલ આરોપી જાપ્તા, બંદોબસ્ત, ગાર્ડ અને ઓર્ડર્લી વગેરે હેડ ક્વાર્ટર રિઝર્વ દળનું નિયંત્રણ અને નોકરી વહેંચણી અહીંથી થાય છે. તેમ જ જિલ્લામાં ફાળવવામાં આવેલ પોલીસ ગાર્ડ તથા પોલીસ પાર્ટીની કામગીરી ઉપર જનરલ સુપરવિઝન કરે છે. હેડ ક્વાર્ટર જાળવણી અને સફાઈ વગેરેની દેખરેખ પણ અહીંથી થાય છે.

(૧૪જી.આર.ડી. :

       ગ્રામરક્ષક દળ એ ગ્રામ્ય વિસ્તારની સુરક્ષા-તકેદારી લેવા માટે તૈયાર કરવામાં આવેલ નાગરિકોનું સ્વૈચ્છિક દળ છે. જે માઘ્યમથી સીમચોરી અને મિલકતની સુરક્ષા માટે જનભાગીદારી અને અસામાજિક પ્રવૃત્તિ અંગે જનજાગૃતિ અને માહિતી મેળવવાની એક સ્વતંત્ર વ્યવસ્થા ઊભી કરેલ છે. આપત્તિ વ્યવસ્થાપનમાં સારા સ્વૈચ્છિક દળ તરીકે કાર્ય પણ કરે છે. આ ઉપરાંત કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં પોલીસને પ્રત્યક્ષ મદદરૂપ થાય છે. આ દળની તાલીમ, દેખરેખ અને સંચાલન પોલીસ હેડ કોન્સટેબલ જી.આર.ડી. કરે છે.

(૧૫એમ.ટી. વિભાગ  :

       જિલ્લાનાં તમામ પોલીસ વાહનોની દેખરેખ રાખે છે. વાહનોની મરામત,વાહનના ઉપયોગ અને બળતણ સંબંધિત રેકર્ડની જાળવણી તેમ જ બંદોબસ્ત કે મહત્ત્વના પ્રસંગે જરૂરિયાત મુજબનાં વાહનો પોલીસ સ્ટે શનને પૂરાં પાડવાની કામગીરી કરે છે.

(૧૬માઉન્ટેન્ડ વિભાગ :

       આ જિલ્લામાં માઉન્ટેડ હસ્તક અશ્વ દળ કાર્યરત છે. જેમાં સીમચોરી તથા અન્ય બંદોબસ્તમાં તથા ના.રા. દરમ્‍યાન ઘોડેશ્વાર પોલીસનો ઉપયોગ કરવામાં આવે છે. આ દળની જાળવણી, તાલીમ સંબંધિત તમામ કામગીરી આ શાખા મારફતે થાય છે.

(૧૭પોલીસ શ્વાન દળ (ડોગ સ્ક્વોડ) :

       ગુના શોધન માટે ટ્રેકિંગની તાલીમ પામેલ તેમજ સ્ફોટક પદાર્થ અને કેફી દ્રવ્યો શોધવા ખાસ તાલીમ પામેલ સ્નિફર ડોગનો પોલીસ શ્વાન દળમાં સમાવેશ કરવામાં આવે છે. જેનું સંચાલન તાલીમબદ્ધ ડોગ હેન્ડલર કરે છે. અહીં જરૂરિયાત મુજબ ડોગને તાલીમ પણ આપવામાં આવે છે.

(૧૮)   બી.ડી.ડી.એસ. :-

       બી.ડી.ડી.એસ.ની મુખ્ય કામગીરી રેલ્વેસ્ટેશન, બસ સ્ટેશન, મોટી ફેકટરી (ઇન્ડીસ્ટ્રીયલ ) એરીયાની ચેકીંગની કામગીરી. મંદિર, મસ્જીદ વગેરે ધાર્મિક સ્થળો, ભીડભાડ વાળા વિસ્તારો તથા વાઇટલ પોઇન્ટો, લેન્ડીંગ પોઇન્ટો, કોર્ટ, અગત્યની કચેરીઓનું ચેકીંગ, વી.વી.આઇ.પી./વી.આઇ.પી. બંદોબસ્ત વગેરે પ્રકારની કામગીરી બી.ડી.ડી.એસ. દ્વારા ચેકીંગ કરવામાં આવે છે.

(૧૯) કયુ.આર.ટી. :-

       કયુ.આર.ટી.ની મુખ્ય કામગીરી રેલ્વે સ્ટશનો, હોટેલો, વિશ્રામ ગૃહો મંદિરો, મસ્જીદ, ધાર્મિક સ્થળો, ભીડભાડ વાળા વિસ્તારોમાં ચેકીંગ તેમજ કાયદો વ્યવસ્થા જાળવણી. કોર્ટ અગત્યની કચેરીઓમાં ચેકીંગ તથા અન્ય પ્રકારની કામગીરી કયુ.આર.ટી. ટીમ દ્વારા કરવામાં આવે છે.

(ર૦)    પી.સી.આર. વાહન :-

       પી.સી.આર. વાહનોની મુખ્ય કામગીરી વાહન અકસ્માત, કોઇ ગુન્હેગારો અસામાજીક તત્વો તેમજ અસામાજીક પ્રવૃતિ ધરાવતા માણસોને તુરત પકડી જે તે વિસ્તારના પોલીસ સ્ટેશનમાં ગુન્હા દાખલ કરાવી કાયદાકીય કાર્યવાહી કરાવવી અને કાયદો અને વ્યવસ્થા જાળવણી તથા પેટ્રોલીંગ અંગેની કામગીરી. 

(૨૧) સાયબર સેલ

          સાયબર સેલની મુખ્ય કામગીરી ઓનલાઈન ફોર્ટ થયેલ હોય તે ઓનલાઈન OLX  કે બીજી વેબસાઈડમાં ફોડ થાય તો તેની તપાસ કરવી તેમજ  પોલીસ અધીક્ષકશ્રીની સીધી દેખરેખ હેઠળ કામ કરે છે.સાઈબર લગત અનડીટેક ગુન્હાના કામે માહીતી પુરી પાડવી તથા સાઈબર લગત A.T.M.ફોર્ડ લગત અરજીઓની તપાસ કરવી .

 

ઈ - નાગરિક
ઇ-મેલ આઇડી
પાસવર્ડ
Image Captcha
પાસવર્ડ ભુલીગયા ?

બનો ઈ - નાગરિક
ન્યુ યુઝર સાઈન અપ
ઈ - નાગરિક બનવાના ફાયદા

 
 આપની સેવામાં
ભાડુઆત/ઘરઘાટી નોંધણી ફોર્મ New!
પોલીસ સ્ટેશન શોધો
જન સેવા કેન્‍દ્ર 
ભારતીય પાસપોર્ટ
પાસપોર્ટ રીસિવિંગ સેંટર 
નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
પોલીસ ક્લીયરન્સ સર્ટિફિકેટZ
સીનીયર સિટીઝન
પોલીસ સેવાઓ
ટુરિઝમ પોલીસ
ફોર્મ્સ
આપત્તિ
તસવીરો
--- તત્કાલ સેવાઓ ---
હોસ્પિટલો / ડોક્ટરોની યાદી
એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, સારવાર

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 
 

   ડિસક્લેઇમર     |     પ્રતિભાવ

Last updated on 10-08-2020